ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ઊંચું વળતરની લાલચ આપી રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉં કરી ગયો શખ્સ
આજકાલ લોકો શેર બજારમાં ખૂબ જ રોકાણ કરતા હોય છે. અને તેમાં અમુક લોકોને ફાયદો થાય છે તો અમુક લોકોને ખૂબ જ નુકસાન થાય છે. તેવો જ એક કિસ્સો સુરત ખાતે બન્યો હતો, તેમાં એક યુવકે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના કરોડો રૂપિયા ચાઉ કરીને 26 વર્ષના એક યુવકને સુરત એસઓજીએ પકડી પાડ્યો હતો. એમ તે યુવક જુનાગઢના ઘણા બધા લોકોને સ્કીમના નામે ઠગ કરતો હતો. આમ શરૂઆતમાં તો તે રોકાણકારોને મહિનાના હપ્તા આપતો પરંતુ અચાનક જ તે ક્યાંક ગાયબ થઈ ગયો હતો. પરંતુ સુરત પોલીસે તેને ગુરુવારે ઝડપી પાડ્યો હતો.
કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર 26 વર્ષનો યુવક કિશન બોરખતરીયા જુનાગઢના રહેવાસીઓ સાથે છેતરપિંડી કરતો હતો, અને તેને સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના મુખ્ય અધિકારીઓએ પકડી પાડ્યો હતો, તે લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે જણાવતો હતો અને તેમાં તેમને ખૂબ જ મોટો નફો મળશે તેવી લાલચ પણ આપતો. આમ રોકાણ કરેલી રકમ પરત કર્યા વગર જ તે અચાનક ગાયબ થઈ ગયો હતો. અને આ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી. આમ ગુરુવારે પોલીસ અડાજણથી તેની ધરપકડ કરી લાવ્યા હતા અને આરોપી તેના એસોસિયેટ વિજય વાઘેલા સામે બુધવારે જુનાગઢના ડી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં વિશ્વાસ ભંગ કરવા માટે તથા છેતરપિંડીના ગુનાની નોંધ કરવામાં આવી હતી.
જ્યારે સમગ્ર પૂછતા જ કરવામાં આવી હતી ત્યારે કિશન બોરખતરીયા એ જણાવ્યું હતું કે તે કોમ્પ્યુટરમાં એક્સપર્ટ છે, અને તેને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં માસ્ટર પણ કર્યું છે. આમ તેને કોમ્પ્યુટરના જ્ઞાનના આધારે ક્રિપ્ટો કરન્સીમાં ડીલ કરવાનું શરૂ કર્યું, અને ત્યારબાદ તેને રોકાણકારોને જણાવ્યું કે તે તેને ઊંચું વળતર આપશે અને તેમને તે જ રીતે પ્રોત્સાહિત કર્યા હતા આમ જુનાગઢના દીપાંજલિ વિસ્તારમાં તેની એક ઓફિસ પણ શરૂ કરી હતી.
આરોપીએ સમગ્ર રોકાણકારોને પાસેથી 15 કરોડથી વધુનું રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 3.6 લાખ રૂપિયાના રોકાણ સામે આરોપીએ 12.48 લાખ રૂપિયા પાછા મળશે તેવું પણ જણાવ્યું હતું આમ આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં 15 કરોડથી વધુનું રોકાણ કર્યું છે તેવી માહિતી આપી હતી આમ તો ચોક્કસ રકમ પોલીસની સમગ્ર તપાસ પછી જ જાણવા મળશે તેમ એક અધિકારીએ વાત કરી હતી.
આરોપીએ સૌપ્રથમ તો રોકાણકારો પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ તેમને મહિનાના હપ્તામાં ફરીથી પૈસા ચૂકવતો હતો. આમ થોડા સમય પછી જ પૈસા આપવાનું તેને રોકાણકારોને બંધ કરી દીધું હતું, અને તેમને કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાં કામ કરતી કંપનીમાં રોકાયેલ નાણા તેમને મળ્યા છે અને તે તેમને રૂપિયા આપતી નથી, આમ રોકાણકારો દ્વારા માસિક હપ્તો બંધ થઈ જતા જ આરોપીને રોકાણકારોએ ખૂબ જ માર્યો હતો, અને ત્યારબાદ આરોપી જુનાગઢથી ભાગી ગયો હતો તેમ પોલીસે સમગ્ર માહિતીની જાણ થતા જણાવ્યું હતું.