ડાકોર જાવ તો બાપાલાલના ગોટા જરૂરથી ખાજો, ફક્ત આટલા રૂપિયામાં તો ધરાય જશો ! અમદાવાદમાં પણ છે બ્રાન્ચ…
જ્યારે પણ આપણા મગજમાં ડાકોર નું નામ આવે છે અથવા તો કોઈ વ્યક્તિ ડાકોરની વાત કરે છે તો સૌ પ્રથમ આપણને ડાકોરના ભગવાન દ્વારકાધીશનીય યાદ આવી જાય છે, ડાકોર આપણા રાજ્યનું એક એવું પ્રસિદ્ધ સ્થળ છે જ્યા દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો ભારે સંખ્યામાં જતા હોય છે અને ભગવાનના આશીર્વાદ લઈને ડાકોરની સફર કરતા હોય છે, ડાકોર ભગવાન દ્વારકાધીશના મંદિર માટે તો પ્રખ્યાત જ છે પરંતુ સાથો સાથ ગોટા માટે ડાકોર ખુબ જ પ્રખ્યાત માનવામાં આવે છે.
ગોટા એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટા ઉંમરના તમામ લોકોને ખુબ જ વધારે ભાવતા હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ડાકોરની ફેમસ ગોટાની દુકાન એવી બાપાલાલ મગનલાલ ગોટાની દુકાન વિશે વાત કરવાના છીએ જે ગોમતીઘાટ પર આવેલ છે, કહેવામાં આવે છે કે અહીં ગોટા ખાનાર વ્યક્તિ ગોટા પ્રેમી થઇ જાય છે જયારે અમુક લોકોનું તો એવું પણ કેહવું છે કે બાપાલાલ મગનલાલના ગોટા ન ખાધા તો દ્વારકાનો પ્રવાસ અધૂરો માનવામાં આવે છે.
વાર હોય કે તહેવાર હોય લોકોની ભારે ભીડ અહીં ગોટા ખાવા માટે થતી હોય છે, અહીં શનિ રવિવારે તો લોકોની ખુબ વધારે ભીડ જોવા મળતી હોય છે જયારે આડા દિવસે પણ લોકો આ ગોટાનો સ્વાદ માણવા માટે મોટી સંખ્યામાં અહીં પોહચી જતા હોય છે. બાપાલાલના ગોટાની ખાસ વાત એ છે કે અહીં બનાવામાં આવતા ગોટા દૂધમાં બને છે અને તેને દહીંના ચટકા સાથે ખાવામાં આવે છે, કેમ મિત્રો છે ને ખરેખર આ અનોખા ગોટા. આ ગોટા ફક્ત દહીં સાથે જ સારો સ્વાદ આવે છે.
અહીંના ગોટાની સાઈઝ પણ એટલી મોટી આવે છે કે કોઈ વ્યક્તિ 4 ગોટા ખાય ત્યાં તો પેટને સંતુષ્ટિ મળી જાય, 30 રૂપિયાના ગોટાની સાથે દહીં લઈને ખાવો તો તમારે જમવાની પણ જરૂર નથી રહેતી કારણ કે તમારું પેટ જ એટલું ભરાય જાય છે, ખરેખર મિત્રો એક વખત જો તમે ડાકોર જાવ તો બાપાલાલના આ ગોટાનો સ્વાદ માણવા માટે જરૂરથી જજો.