Gujarat

વડોદરામાં દર્દીના પિત્તાશય માંથી એક સાથે એટલી બધી પથરી નીકળી આવી કે તબીબોના હોશ ઉડી ગયા ! સંખ્યા જાણીને જ આંચકો લાગી જશે…

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક એવા અજીબો ગરીબ કિસ્સાઓ આપણી સામે આવતા જ રહેતા હોય છે જે આપણને પણ અચંબિત કરી દેતા હોય છે, વાત કરવામાં આવે તો છેલ્લા થોડાક સમયથી દેશભરમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ વ્યક્તિના પેટમાંથી તો અમુક વખત સિક્કા તથા તેના જેવી જ અનેક એવી વસ્તુઓ નીકળી આવતી હોય છે જેના વિશે જાણીને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ.

આમ તો તમને ખબર જ હશે કે હાલના સમયમાં અનેક લોકો છે જેને પથરી હોય છે પણ મિત્રો પથરી ઓછા પ્રમાણમાં હોય છે પણ શું કોઈના પેટમાં એક સાથે હજારોની સંખ્યામાં પથરી મળી શકે? સાંભળતાતો આ અસંભવ જ લાગશે પરંતુ આપણા વડોદરા જિલ્લામાંથી આવો એક ખુબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દર્દીના પેટમાંથી એક સાથે રેકોર્ડ બ્રેક 1628 પથરી મળી આવતા તબીબોના પણ હોશ જ ઉડી ગયા હતા. આ કેસની ખાસ વાત તો એ છે કે દર્દીના પેટમાં આટલી બધી પથરી હોવા છતાં તેને એટલો બધો દુખાવો ન થતો ને એટલું જ નહીં હાલ તેનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે તે સ્વસ્થ છે.

ખરેખર આ એક ચોંકાવનારો કિસ્સો જ કહી શકાય કારણ કે એક-બે પથરી હોય તો પણ સામાન્ય લોકોના પેટમાં ખુબ વધારે દુખાવો ઉપડતો હોય છે પરંતુ આ ભાઈના પેટમાં આટલી બધી પથરી હોતા તેઓને ખુબ વધારે દુખાવો ઉપડ્યો હતો. આ દર્દી વિશે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારની અંદર 35 વર્ષીય મોહમ્મદ ખલીક પઠાણ રહે છે જે ફેબ્રિકેશનનું કામ કરે છે, એવામાં તેઓને પેટની અંદર પથરી હોવાની ખબર મળતા તબીબોએ લેપ્રોસ્કોપીક સર્જરીની મદદથી આ પથરી દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

જે બાદ ગુરુવારના રોજ તબીબોએ આ સર્જરી હાથ ધરી હતી જેમાં તેઓને ઓપરેશન કરતા એક સાથે 1628 જેતલી પથરી બહાર કાઢી હતી, આ બનાવ સામે આવતા જ સૌ કોઈ ચોકી જ ગયું હતું કારણ કે મેડિકલ ઇતિહાસમાં પણ આવું પેહલી વખત થયું હશે કે એક જ વ્યક્તિની અંદર એક સાથે આટલી બધી પથરી મળી રહે, આ સર્જરી અંગે ડોક્ટર લલિત મછારે કહ્યું હતું કે દર્દીને ઇમર્જન્સી દર્દી તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યા તેને પેટમાં સખ્ત દુખાવો થતા જાણ થઇ હતી કે તેને પથરીનો દુખાવો છે.

એવામાં તેઓએ અગાઉ ઓપરેશન પ્લાન કર્યું હતું પરંતુ લંગનો સોજો હોવાને લીધે 10 દિવસ માટે ઓપરેશનને મુલતવી રાખવામાં આવ્યું હતું જે બાદ ગઈકાલના રોજ લેપ્રોસ્કોપીક સર્જરી કરીને મોટી સંખ્યામાં પથરીને બહાર કાઢી લેવામાં આવી હતી. આ સર્જરી થવામાં લગભગ 2 કલાક જેટલો વધારે સમય લાગ્યો હતો જે બાદ સર્જરી થયા બાદ ખલીક પઠાણની તબિયતમાં સુધાર આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!