ગુજરાત ના આ ગામ માં દારૂ ને લીધે 22 લોકો ના મોત થતા ગામ ના સરપંચે દારૂ બંધ કરાવા એવું કર્યું કે જાણી ને સો કોઈ ચોકી ગયું ! જાણો વિગતે
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે આમ છતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં દેશી તથા વિદેશી દારૂ વેચાણ થાય છે એ લોકો બેફામ દારૂ પીવે છે ત્યારે દારૂ ના હિસાબે અનેક પરિવારો બરબાદ થાય છે અને તેની સજા પરિવારને મળે છે ત્યારે આ બાબતને લઈને ગુજરાતના એક ગામમાં દારૂ ના હિસાબે ૨૦ મહિલા વિધવા બની ગઈ હતી ત્યારે આ ગામના સરપંચે દારૂનું દુષણ કરો દૂર કરવા એક નવતર પ્રયોગ કર્યો હતો હાલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવાન ઢોલ વગાડીને દારૂ વેચનાર ને પીનારને ચેતવણી આપી રહ્યો છે અને આવું ના કરવા માટે જણાવી રહ્યા છે ત્યારે આ વિડીયો ગુજરાતના કયા ગામનો છે ? તે અંગે તપાસ કરાતા મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું હતું કે આ વિડીયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાડા ગામ નો હોવાનું ખૂલ્યું છે આ વીડિયોમાં ઢોલી બોલે છે કે સાંભળો સાંભળો સાંભળો આજથી તારીખ 8-6-2022 થી સરપંચ નો આદેશ છે કે ગામમાં કોઈ દારૂ પીવો નહીં અને દારૂ પાડો નહીં જો કોઈ દારૂ પીશે તો સરપંચ કાયદેસરની કાર્યવાહી કરશે…
આ ગામ અંગે ત્યાંના સરપંચ જય શ્રી જયસિંહ ભાટી પાસેથી જાણવા મળ્યું હતું કે ગામની છાપ મીની દીવ તરીકે પડી ગઈ છે દારૂ ઉતારવા અને પીવાવાળા વધી ગયા જેના કારણે ઘણા યુવાનો મૃત્યુ પણ થયા છે સાથે શિક્ષણનો દર ઘટ્યો છે. આથી જ તેઓએ આ નવતર પ્રયોગ દ્વારા ગામ લોકોને ચેતવ્યા હતા…
આ ગામની વાત કરવામાં આવે તો આ ગામ ખૂબ જ અંતરિયાળ છે જ્યાં 700 લોકોની વસ્તી છે જે જુનાગઢ થી આશરે 40 કિલોમીટરના અંતરે આવેલું છે અને પસવાડા ગીરના જંગલના છેવાડાનું ગામ છે આ ગામમાં છેલ્લા થોડાક સમયમાં જ 15 થી 22 મહિલા દારૂના દૂષણ ને કારણે વિધવા બની ગઈ હતી આ ઉપરાંત આજુબાજુના ગામોમાં પણ દારૂનું દુષણ જોવા મળી રહ્યું છે.
આ અંગે ગામના વડીલો નું કહેવું છે કે ગામમાં દારૂના દૂષણ ખૂબ જ વધી રહ્યું હતું જ્યારે આ નવતર પ્રયોગ બાદ દારૂ વેચનારા માં ઘટાડો થયો છે એક વડીલ રાવતભાઇ કહ્યું હતું કૈ દારૂ બંધ થઈ ગયો એ સારું થયું આ દૂષણને કારણે તેમના બે ભત્રીજા જતા રહ્યા છે એક અન્ય છોકરો સોનગઢથી નોકરી કરતો હતો જે અકસ્માતમાં મરી ગયો તેના હાડકા ભેગા કરીને લઈને આવ્યા તે પણ દારૂમાં ગયો 22 23 વર્ષની ઉંમરનો હતું તેને બે નાના છોકરા છે.
જો આ ગામ ના સરપંચ જયસિંહ ની વાત કરવામા આવે તો એક ગરીબ પરિવાર માથી આવે છે અને માત્ર ત્રણ ધોરણ જ ભણેલા છે. જેવો દારુ નુ દુષણ દુર કરવા અને ગામ મા શિક્ષક નુ પ્રમાણ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે અને આ માટે તેવો એ રાત્રી શાળા પણ ચાલુ કરી છે.