દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની બાઝ નજર ! નદી ના કીનારે કુલ આટલી ભઠ્ઠીઓ નો નાશ કરાયો…
જ્યાર થી બોટાદ મા લઠ્ઠાકાંડ થયો છે ત્યાર થી ગુજરાત પોલિસ અને સ્ટેટ મોનિટરીંગ સેલ ઘણુ એક્ટિવ થઇ ચુક્યુ છે અને દેશી અને વિદેશી દારુ ના અડ્ડાઓ પર રેડ પાડી ને બુટલેગરો ને પકડી રહી છે અને સાથે દેશી દારુ ના અડ્ડા ઓ નાશ કરવામા આવી રહ્યો છે. આજે સુરત જિલ્લા પોલીસ પણ હવે હરકતમાં આવી છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા દારૂનું વેચાણ કરતા તત્વો પર બાજ નજર રખાઈ રહી છે.
જયારે હાલ સુરત પોલીસ ધ્વારા આધુનિક પદ્ધતિ થી ડ્રોન નો ઉપયોગ કરી નેકામરેજ ડિવિઝનના DYSP બી.કે.વનાર, કામરેજ પોલીસ સ્ટેશનના PI આર.બી. ભટોળ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન પોલીસ દ્વારા છ જેટલી ભઠ્ઠી ઝડપી લેવામાં આવી છે. સુરત જિલ્લા પોલીસની કામગીરીને લઈને દારૂ વેચતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ ઉપરાંત તાપી જિલ્લા ની વાત કરવા મા આવે તો તાપી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા વિસ્તારમાં છેલ્લા છ માસમાં પ્રોહિબિશનના કુલ 2332 કેસો કરી કુલ 57 લાખ 53 હજાર રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી દારૂના બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરીના વેચાણના, ભઠ્ઠી/વોશના તેમજ પીધેલાના કેસો કરવામાં આવ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.