Entertainment

આ મહીલા ડોક્ટર નુ કાર્ય જાણી સલામ કરશો ! જો હોસ્પીટલ મા દિકરી નો જન્મ થાય તો…

આપણે ત્યાં કહેવાય છે ને કે, ડોકટર ઈશ્વરનું બીજું સ્વરૂપ છે. આમ પણ એ ખરેખર સાચી જ વાત કહેવાય. અનેક લોકોના જીવન તો બચાવે છે પરંતુ સાથો સાથ સમાજમાં એવા પણ અનેક ડોક્ટરો હોય છે, જે સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. આજે આપણે વાત કરીશું એક એવા મહિલા ડોકટર વિશે જેઓ દીકરી જન્મના વધામણાં ખૂબ જ હર્ષ પૂર્વક કરે છે. આપણા સમાજમાં દીકરી જન્મને બહુ આવકારતા નથી ત્યારે આ મહિલા સૌ માટે એક મિશાલ છે.

આપણે વાત કરીશું  વારાણસીનાં એક  નર્સિંગ હોમની જ્યાં બાળકીના જન્મ માટે કોઈ ફી લેવામાં આવતી નથી. આ નર્સિંગ હોમ ચલાવતા ડો. શિપ્રા પુત્રીઓને બચાવવા આ અભિયાન ચલાવી રહ્યા છે. ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનીય કેવાઈ. આપણે ત્યાં હવે બેટી બચાવો અને બેટી પઢાવો નું અભિયાન ચાલી જ રહ્યું છે, ત્યારે હવે સમાજમાં સૌ કોઈ દીકરી ને આવકરતા થયા છે.

આપણે ત્યાં એવું બને છે કે, દીકરીના જન્મ પછી ચહેરાની ખુશી ગાયબ થઈ જાય છે, કારણ કે પુત્રની ઇચ્છા ભારતમાં પુત્રી કરતાં વધારે હોય છે. જે લોકો પુત્ર જન્મવાની અપેક્ષા રાખે છે, તેમના ત્યાં જ્યારે પુત્રીનો જન્મ થાય છે, ત્યારે તેઓ હોસ્પિટલની ફી ભરવાનો ઇનકાર કરે છે પરંતુ વારાણસીની શિપ્રા એક એવી ડોક્ટર છે, જે દીકરીઓનો જન્મ થાય ત્યારે ફી લેતા નથી અને નિઃશુલ્ક ડીલીવરી કરે છે.

બીએચયુમાંથી મેડિકલની ડિગ્રી મેળવનાર ડો. શિપ્રા સ્ત્રી ભ્રૂણ હત્યાને નાબૂદ કરવાના અભિયાન ચલાવી રહી છે. તે તેના નર્સિંગ હોમમાં પુત્રીના જન્મ માટે એક રૂપિયો પણ ચાર્જ કરતી નથી, પરંતુ તેના બદલે તે પોતાના પૈસાથી મીઠાઇ મેળવીને વહેંચે છે. વડા પ્રધાન મોદીએ ખુદ આ પ્રયાસની પ્રશંસા કરી છે.

શિપ્રા ગરીબ છોકરીઓને તેમના નર્સિંગ હોમમાં શિક્ષણ પૂરું પાડવાનું પણ કામ કરે છે એટલું જ નહીં, અભણ યુવતીઓને પણ ખબર હોતી નથી કે સરકાર તેમને કઇ સુવિધાઓ પૂરી પાડી રહી છે, કઈ યોજનાઓ ચાલી રહી છે. આવામાં શિપ્રા તેમને માહિતી પ્રદાન કરવામાં તેમજ લાભ પૂરા પાડવામાં મદદ કરે છે. તેના ડોકટર પતિ પણ આ અભિયાનમાં મદદ કરે છે.ખરેખર આ બંને દંપતીઓ જે કાર્ય કરી રહ્યા છે, તે ખુબ જ સરહાનીય છે. દરેક લોકોએ પ્રેરણા લેવી જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!