Gujarat

દીકરીનો જન્મ દિવસ ઉજવે એ પહેલા જ પિતા નુ કરુણ મોત નિપજ્યું ! પિતા એ દીકરી માટે છેલ્લી પોસ્ટ એવી કરી હતી કે….

વડોદરા શહેરમાં ખૂબ જ દુઃખદાયી ઘટના બની છે, આ ઘટનાને પગલે એક નાની દીકરી પિતા વિહોણી થઈ ગઈ. આ ઘટના અંગે જાણીને તમારી આંખમાં આંસુઓ આવી જશે. જે દિવસે દીકરીનો જન્મદિવસ હતો એજ દિવસ પિતાનો મુત્યુનો દિવસ બની ગયો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણીવા મળ્યું છે કે,વડોદરાના વડસર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનું સાતમા માળે થી નીચે પડી જતા મોત થયેલું.

યુવાન હાલમાં ફ્લેટમાં રૂમ રાખીને અન્ય યુવકો સાથે રહેતા હતા. છેલ્લા 2 દિવસથી તેમના રૂમમાં પાણી નહોતું આવતું. બુધવારે તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તેઓને ઓફિસમાં વહેલા કામ પતાવી વતન અમદાવાદમાં દીકરી પાસે પહોંચવાનું હતું. જેથી ટોનીસ અગાસીની ટાંકીમાં પાણી લેવા ગયો હતો તે દરમિયાન સંતુલન બગડતા તે નીચે પટકાયો હતો.મોત પહેલા તેને દીકરી માટે છેલ્લી પોસ્ટ: ‘હેપ્પી બર્થ ડે માય સ્વીટ હાર્ટ’ ની સ્ટોરી મુકેલી.

પોલીસ અંગે જાણવા મળ્યું છે કે, આ દિવસે જ મૃતકની દીકરીનો જન્મ દિવસ હતો. આ દુઃખ ઘટના અંગે જાણવા મળ્યું કે, મૃતક દીકરીના પિતાને વહેલા વડોદરાથી અમદાવાદ જવુ હતું. જેથી તે ફ્લેટની ટાંકીમાં પાણી ભરવા ચડ્યો હતો અને ત્યાંથી નીચે પટકાયો હતો જેથી મોત નીપજ્યું હતું. આ ઘટના ને લઈને પરિવારના લોકો એ કહ્યું કે આ અકસ્માત નહીં પણ હત્યા હોવાની શંકા સેવી રહ્યા છે.

ફ્લેટમાં રહેતા રૂમમેટ દ્વારા ટોનિસ ઘરમાં ન જોવા મળતા બહાર તપાસ કરી તો તે સોસાયટીમાં કમ્પાઉન્ડમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જઇ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માંજલપુર પોલીસે રૂમમેટના નિવેદનો લેતાં જણાવ્યું હતું કે ટોનિસે તેમને માત્ર બાથરૂમમાં પાણી નથી આવતું તે અંગે જાણ કરી હતી.આ ઘટના અંગે મૃતકના સાળા એ કહ્યું કે, મટાંકી અને ધાબાની પાળી વચ્ચે ઘણું અંતર છે તેથી તેઓ પડે તો પણ ધાબામાં જ પડે. તેથી અમને શંકા છે કે કોઈએ તેમની હત્યા કરી છે.હાલમાં આ ઘટના અંગે પોલીસે હાલમાં તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!