દિકરીએ કરિયાવર મા પિતા પાસે એવી વસ્તુ માંગી કે જાણી ને તમે પણ વખાણ કરતા થાકી જશો
હાલમાં જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે લગ્ન પ્રસંગને અનુરૂપ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે આપણે ગયા વર્ષે રાજકોટમાં યોજાયેલ દીકરીના અનોખા લગ્ન વિશે વાત કરીશું. આ લગન સમાજના દરેક લોકો માટે પ્રેરણાદાયી બન્યા હતા. આપણે ત્યાં વર્ષો થી રીતિ રિવાજ છે કે, દીકરી પોતાના સાસરા નાં ઘરે જ્યા ત્યારે પિતાજી નાં ઘરે થી કરીયાવર લઈ જાય છે. આ કરીયાવરમાં પિતા પોતાની દીકરી ને અનેકગણું આપે છે.
રાજકોટમાં યોજાયેલ દીકરીનો કરીયાવાર જ સૌ કોઇ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. એક પિતા એ દીકરી ને એવો કરીયાવાર ભેટમાં આપ્યો કે જેના વિશે તમે જાણીને પણ આશ્ચય પામી જશો. અત્યાર સુધી તમેં કરીયાવરમાં માત્ર સંપત્તિ અને ઝવેરાત અને કપડાઓ કે અન્ય કિંમતીઓ વસ્તુઓ જ જોઈ હશે પણ આ પિતાએ પોતાની દીકિરી ને ગાડું ભરી ને પુસ્તકો કરીયાવરમાં આપ્યા હતા. આપણે ત્યાં દીકરી ને કરીયાવરમાં તો આપીએ છે પરંતુ માત્ર સંપત્તિઓ જ આપી છે પણ આ ઘટનાએ એ સાબિત કરી બતાવ્યું કે કરીયાવાર ની સાથે દીકરી સંસ્કાર લઈને જાવી જોઇએ.દીકરી ને કરીયાવરમાં પુસ્તકો આપવા પાછળ એક રસપ્રદ વાત રહેલી છે.
પિતા એ દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે છ મહિના સુધી મહેનત કરી હતી અને ગાડું ભરીને પુસ્તકો ભેગા કર્યા. જ્યારે પિતાએ પૂછ્યું હતું કે, દીકરી તારે કરિયાવર શું જોઈએ ત્યારે દીકરીએ પોતાના વજન જેટલા પુસ્તકો માગ્યા હતાં. એક અંદાજ મુજબ પુસ્તકોનું વજન 500 કિલો જેટલુ થાય છે. કિન્નરીબાનું વજન 50 કિલો છે અને પિતાએ દીકરીના વજનના 10 ગણા વજનના પુસ્તકોનો કરિયાવર ભેટમાં આપ્યા.કિન્નરી બા 2400 જેટલા પુસ્તકો ભેટમાં મળ્યા છે. કિન્નરીબા પોતાના ફેવરિટ પુસ્તકો લગ્ન બાદ કેનેડા લઈ જશે. આ પુસ્તકો શાસ્ત્રો અને ચાર વેદો તેમજ ધાર્મિક પુસ્તકો ની સાથે અન્ય ભાષાઓ સહિત નાં તમામ વિષયના પુસ્તકો છે.
બાકીના તમામ પુસ્તકો સ્કૂલને દાનમાં આપી દેશે, જેથી શાળાના બાળકો બુક્સ વાંચી શકે. ખરેખર વિદ્યાદાન એ પણ સર્વોત્તમ દાન છે. કિન્નરીબા નો આ ઉત્તમ વિચાર અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. તેમના પરિવાર વિશે જાણીએ તો કિન્નરીબાના પિતા હરદેવસિંહ જાડેજા સ્કૂલમાં શિક્ષક છે. તેઓ રાજકોટના રહે છે. પિતા શિક્ષક હોવાથી કિન્નરીબાને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમનો આ શોખ મોટા થયા બાદ પણ અંકબંધ રહ્યો હતો. ગયા વર્ષે તેમની સગાઈ વડોદરાના ભગીરથસિંહના દીકરા પૂર્વજિત સિંહ સાથે નક્કી થઈ હતી. પૂર્વજિત સિંહ કેનેડેમાં રહે છે અને ત્યાં એન્જિનિયર છે. હવે હાલમાં બંને પોતાનું જીવન ત્યાં પસાર કરી રહ્યા છે.