દ્વારકામાં જગતમંદિર પર એક સાથે બે ધજા ફરકતી જોવા મળી ! જાણો આવુ શા માટે થયુ.
આ ગુજરાતની ધરામાં દ્વારકા નગરીનો ઉત્તમ મહિમા ગાવયેલો છે અને કેમ ન હોય! સ્વંય શ્રી કૃષ્ણ ભગવાનની આ નગરી છે.ત્યારે આ ધામનો ખૂબ જ અનેરો મહિમા છે.આજે અમે આપને જણાવીશું કે, હાલમાં જ દ્વારકા મદિરના શિખરો પર બે ધજા એક સાથે કેમ ફરકાવવામાં આવી,? એ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે કે,જગત મંદિરમાં ધજા ચડાવવાનો ખૂબ જ અનેરો મહિમા છે.
મંદિરમાં સામાન્ય રીતે એક ધજા ઉતારી બીજી ધજા ચડાવવામા આવતી હોય છે. પરતું હાલમાં એક એવી ઘટના બની હતી કે, જેના કારણે એકી સાથે બે ધજા ફરકાવવામાં આવી હતી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હટી કે,પવન અને વરસાદ સમયે અડધી કાઠીએ જ ધ્વજા ફરકાવવામા આવે છે. આપણે જાણીએ છે કે,હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે અને આ જ કારણે દેવભૂમિ દ્વારકામાં ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેની અસર દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજા પર પણ જોવા મળી છે. ગઈ કાલે ભારે પવન અને વરસાદ હોય જે ધજા ફરકી રહી હતી તે ઉતાર્યા વગર જ બીજી ધજા અડધી કાઠીએ ફરકાવવામા આવી હતી.ખરેખર આવો દિવ્ય પ્રસંગ ભાગ્યે જ જોવા મળતો હોય છે. ખરેખર આ એક અદભુત ઘટના હતી.
આ દ્રશ્ય જોઈને ભાવિ ભક્તો પણ ધન્યતા અનુભવી હતી. ભક્તો દ્વારા દરરોજ મંદિર પર ધજા ચડાવવામા આવતી હોય છે. અબોટી બ્રાહ્મણનો યુવાન મંદિરના શીખર પર ધજા ફરકાવે છે. દ્વારકાધીશ મંદિર પર ભારે પવન અને વરસાદના સમયે ધજાચડાવવી ઉતારવી જોખમી હોય છે. જેથી આ સમયે મંદિરની ટોંચ પર ધજા ફરકાવવાના બદલે અડધી કાઠીએ જ ફરકાવવામા આવતી હોય છે.