India

ભાઈ હોય તો આવો ! બહેન ની રક્ષા કરવા માટે ભાઈ એ જીવ આપી દીધો ! વિડીઓ જોઈ સનસની જશો

ગુજરાતમાં જે રીતે ગ્રીષ્માની હત્યા થઈ હતી એવો જ બનાવ હાલમાં જ મધ્ય દિલ્લીમાં બન્યો અને આ ઘટનાનો દુઃખદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક ભાઈએ પોતાનાની બહેન ખાતર જીવ ગુમાવ્યો. ત્રણ યુવાનો દ્વારા તેની બહેનની છેડતી કરવામાં આવતી હતી અને આ કારણે પોતાની બહેનની રક્ષા કરનાર 17 વર્ષના યુવકની હત્યા કરી દેવામાં આવી. યુવકને સારવાર મળે એ જ પહેલા જ તેનું દુઃખદ નિધન થઈ ગયું હતું. આ ઘટના ખૂબ ક દુઃખદ છે યુવાનના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ઘેરો વળી ગયા હતા અને દીકરાને ન્યાય આપવાની માંગણી કરી હતી.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. મૂળ ગામ મૌલા, રાનીખેત, અલ્મોડા, ઉત્તરાખંડનો સગીર નિવાસી, કુમાઉ ગલી, બલજીત નગરમાં પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત તેની એક 15 વર્ષની નાની બહેન છે. સગીરના પિતા શાદીપુરમાં એક કારખાનામાં કામ કરે છે, જ્યારે તેની માતા ઘરની નજીક મોબાઈલ ફોન ચાર્જર બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે.

સગીરે આ વર્ષે ધોરણ 12 પાસ કર્યા બાદ પુસા ઇન્સ્ટિટ્યૂટમાં ITIમાં એડમિશન લીધું હતું. આ સાથે તે ઘરની નજીકની સંસ્થામાં કોમ્પ્યુટર કોર્સ કરવા ઉપરાંત અંગ્રેજી સ્પીકિંગનો કોર્સ પણ કરતો હતો. તે સાંજે ક્લાસ લેતો હતો. તે રોજ સવારે 9.00 વાગ્યાની આસપાસ પરત ફરતો હતો.શુક્રવારે રાત્રે, જ્યારે તે ક્લાસ પછી ઘરે જવા માટે સંસ્થામાંથી નીકળ્યો, ત્યારે ત્રણ છોકરાઓએ તેને ઘરની 50 મીટર પહેલા ઘેરી લીધો.

બોલાચાલી બાદ બે છોકરાઓએ છરી કાઢીને તેના પેટ, કમર, ગરદન અને શરીરના અન્ય ભાગો પર ઘા માર્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બે-ત્રણ સ્થાનિક સગીર છોકરાઓ મૃતકની બહેનની છેડતી કરતા હતા. જ્યારે તેણે દિવાળીના બે દિવસ પહેલા તેનો વિરોધ કર્યો ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. સગીરે એક છોકરાને થપ્પડ પણ મારી હતી. આરોપીઓએ આ બાબતનો બદલો લીધો. પોલીસે કેસ નોંધ્યાના કલાકોમાં જ બંને સગીરોની ધરપકડ કરી હતી. ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, 15 વર્ષની બહેને સગીર ભાઈને બધી વાત કહી હતી, પછી તેણે માતા-પિતાને ન કહેવા કહ્યું હતું. તેણે બહેનને કહ્યું કે તે તેની સુરક્ષા માટે ત્યાં છે. જો જરૂર પડશે તો તે પોતાનો જીવ પણ આપી દેશે આખરે આવું જ બન્યું ત્રણેય યુવાનોએ યુવકની કરપીણ હત્યા કરી નાખી હતી.હાલમાં આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે યોગ્યકાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!