Gujarat

સુરત: પિતા અને પુત્રીને બેફામ ટ્રકે અડફેટે લેતા દીકરીનુ કમકમાટીભર્યુ મોત ! વિડીઓ જોઈ ને ધ્રુજી જશો

આજકાલ અકસ્માતના કેસ ખૂબ જ વધી ગયા છે અને તેમાં પણ બાઈક અને ટ્રકના અકસ્માતમાં તો ખૂબ જ થતા જોવા મળે છે. આમ તેવો જ એક કિસ્સો વાલોડ તાલુકાના ગામે નિશાળ ફળિયામાં રહેતી એક યુવતીનો થયો હતો. તે ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ની ફરજ બજાવે છે, અને આમ તે પોતાના પિતા અને તે યુવતી ધામોદલા થી મઢી કોઈ કામ કારણસર જઈ રહ્યા હતા અને ત્યાં જ સુરતના એક પેટ્રોલ પમ્પ આગળ પાછળ થી જ એક ટ્રક આવી હતી અને તેમને આ મોપેડને અડફેટમાં લઇ લીધા હતા.

આમ તે જ સમયે સ્નેહલતા બેન ચૌધરી નું અવસાન થઈ ગયું હતું. આમ તે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી દેવામાં આવી હતી. અને ૧૩ જૂનના રોજ થયેલા અકસ્માતનો સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ બહાર આવ્યા હતા, તેમાં આ બંને પિતા-પુત્રી ઉભા રહ્યા હતા અને ટ્રક કે તેમને અડફેટમાં લઇ લેતા પિતા 10 ફૂટ ઊંચા ઉછળ્યા હતા અને તેમની પુત્રી ટ્રકની નીચે 25 ફૂટ અંદર ઢસડાઈ ગઈ હતી.

જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી, અને પોલીસના જણાવ્યા અનુસાર વાલોડ તાલુકાના ધામોદરા ગામે નિશાળ ફળિયામાં ગુરજી ભાઈ ગજાભાઈ ચૌધરી 13 તારીખે પોતાનું સ્કુટર (GJ-26-AD-0423)લઇને પોતાની દીકરી સાથે કામ અર્થે દોડી જઈ રહ્યા હતા અને ત્યાં જ વાત કોઈ ગામની એક સીમમાં પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યાં જ પાછળથી એક ટ્રક(GJ-03-CL-8341) આવી અને તેમને અડફેટમાં લઇ લીધા હતા અને આમ તેઓ હવામાં ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા.

આમ તે બંને પિતા પુત્રીનો ખૂબ જ ગંભીર રીતે અકસ્માત થઈ ગયો હતો અને તેમાં પુત્રીનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયું હતું અને પિતાનું ગંભીર ઈજા થતાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મુકીને ભાગી ગયો હતો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું આમ મરણ પામનાર સ્નેહલતા બેન ચૌધરી ઉમરપાડામાં એક પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા અને તેઓ તેની સાથે સાથે પીએચડી પણ કરતા હતા આમ આ અકસ્માતમાં તેમનું મોત થઈ જતાં સમગ્ર ગામ દુઃખી થઈ ગયું હતું અને ચૌધરી સમાજે એક હોશિયાર યુવતીને ગુમાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!