અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ના બહાદુર ASI પરેશ ચાવડા નુ દુખદ ની નિધન થયું ! ખોરસા ડેમ મા…
એક તરફ લોકો જન્માષ્ટમીના તહેવારોનો આનંદ માણી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે. આ ઘટના વિશે જાણીને તમારું હૈયુ પણ કંપી જશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર પરેશ ચાવડાનું દુઃખ નિધન થયું છે. આ ઘટના અંગે જાણીએ કે કઈ રીતે તેમનું મોત નીપજ્યું હતું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલા ખોરસા ગામે ગયા હતા અને પોતાના મિત્રો સાથે ખોરાસા ડેમમાં નાહવા ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જીવ બચાવવા માટે લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ આખરે તેમનું મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટના ને કારણે પરીવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું
આ ઘટના અંગે વધુ વિગત જાણીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI પરેશ ચાવડાના પોતાના કામ ખુબ જ નિપુણ અને કર્મનિષ્ઠ હતાં. પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુખાર આરોપીઓ સામે બાથ ભીડીલેનાર ASI પરેશ ચાવડાની એક બહાદુર અધિકારી તરીકેની છાપ હતી. તેઓ દાણીલીમડા પોલીસ લાઇન ખાતે પત્ની અને ચાર વર્ષના પુત્ર પૃથ્વી સાથે રહેતા હતા.
તેઓ પોતાના વ્યસ્ત જીવનમાં પણ રોજ રનિંગ કરતા અને પોતાના નાનકડા દીકરા પૃથ્વીને પણ બગીચામાં પોતાની સાથે કસરત કરવા લઈ જતાં હતા. કાળ ક્યારે આવી જાય કોઈ નથી જાણતું. બે દિવસની રજા લઈને ગયેલ પરેશ પાછા આવે એજ પહેલા ના મૃત્યુના સમાચાર આવતા ક્રાઇમ બ્રાન્ચમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ચાવડા ઇન્સ્પેક્ટર સંજય દેસાઇના સ્કવોડમાં ફરજ બજાવતા હતા. 27 વર્ષીય પરેશ ચાવડા વિવિધ ઓપરેશનોમાં સફળતા મેળવેલ છે, ત્યારે હાલમાં જ તેમને આ કાર્ય બદલ 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશનરે તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કર્યા હતા. ખરેખર વિધાતા એ લખેલ લેખમાં ક્યારે શું થઈ જાય કોઈ નથી જાણતું. આ દુઃખ ઘટના થી તેમના પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવી હતી.