નાની એવી ભુલ ના કારણે એક દિકરી નો જીવ ગયો! મોબાઈલ ચાર્જ મા મુકતી….
આજકાલ અનેક એવા કિસ્સા ઓ સામે આવ્યા છે જેમા ફોન ફાટવાની ઘટના બની હોય અને કોઈ નો જીવ ગયો હોય ત્યારે ફરી એક એવી ઘટના બની છે જેમા એક યુવતી ને શોક લાગવાથી યુવતી નો જીવ ગયો હોય. યુવતી જ્યારે પોતાનો ફોન ચાર્જ મા લગાવવા માટે બોર્ડ પાસે ગઈ ત્યારે અન્ય એક વાયર હાથ મા પકડાઈ જતા કરંટ વાગ્યો હતો અને બાદ મા તેનો જીવ ગયો હતો.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશના અશોકનગર મા રહેતી 16 વર્ષિય યુવતી શિવાની બુધવારે પોતાનો ફોન ચાર્જ કરવા માટે ઈલેકટ્રીક બોર્ડ પર અન્ય પ્લગ વગર નો છુટ્ટો વાયર પકડી લેતા જોરદાર કરંટ વાગ્યો હતો અને હાથ મા ઈજા પહોચી હતી અને યુવતી નુ મોત નીપજ્યું હતુ.
આ ઘટના બની ત્યારે ઘરમા પરીવાર ના કોઈ પણ સભ્ય હાજર નહોતુ. શિવાની ના માતા પિતા ખેતરે કામ કરવા ગયા હતા અને મોટો ભાઈ ઈંદોર ગયો હતો જ્યારે નાનો ભાઈ સાંજે ઘરે આવ્યો ત્યારે જોયુ તો શિવાની તાર સાથે ચોંટી ગઈ છે ત્યારે નાના ભાઈ એ તેને લાકડી થી અલગ કરી બુમાબુમ કરી ના બોલાવ્યા અને પરીવાર ને જાણ કરવામા આવી હતી.
શિવાની ગ્વાવિલયની નવોદય વિદ્યાલયમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. કોરોનાને લીધે શાળા બંધ હોવાથી તે પોતાના ઘરે આવી હતી. શિવાનીની મોટી બહેન લક્ષ્મીએ જણાવ્યું કે શિવાની સફાઈ કરી રહી હતી. શિવાની પાસે એક ચાર્જર પણ પડ્યું હતું. સંભવતઃ સફાઈ કરતી વખતે તેણે દિવાલ પર લાગેલા બોર્ડમાં ચાર્જર ફસાઈ ગયું હશે. બોર્ડમાંથી બે અન્ય તાર પણ લાગેલા હતા. બોર્ડમાં અગાઉથી જ લાગેલા એક તારને શિવાનીની આંગળીનો સ્પર્શ થઈ ગયો હતો.