Gujarat

વડીલ નાનિધનના પગલે પરિજનો શોકમાં ઘરે બેઠા હતા ત્યારે જ બાળક બોલ્યું ‘નાના આવ્યા નાના’, અને પછી ખબર પડી કે…

જીવનમાં એક વાત તો સત્ય છે કે, યમના દ્વારે થી પાછું આવવું શક્ય નથી પરંતુ કેહવાય છે ને કે જો સતી જેવી પત્ની હોય તો યમના દ્વારે થી સત્યવાન પાછો લઈ આવે.આજે અમે આપને એક એવો કિસ્સો જણાવીશું જેનાં વિશે જાણીને તમે આશ્ચય પામી જશો. એક વ્યક્તિની અંતિમ વિધિ થઈ ગઈ હતી છતાંય પણ એ વ્યક્તિ પાછો ફર્ય.લોકો ઘરમાં બેઠા હતા અને ત્યાં જ એક બાળક બોલ્યું નાના આવ્યા. ચાલો અમે આપને આ રહસ્યમય ઘટના વિશે જણાવીશું.

જીવનમાં એક નાની ભૂલ ગંભીર પરિણામ આવી શકે છે.
જામનગરમાં એક પરિવારની નાની ભૂલના કારણે ગંભીર ઘટના બની. એક પરિવારે જે વડીલને મૃત માની અંતિમવિધિ કરી નાખી હતી તે જ વડીલ થોડા કલાકો બાદ ઘરે આવતા પરિવારજનો ચોકી ગયા.જ્યારે જે વૃદ્ધના અંતિમ સંસ્કાર કરી નખાયા તે વૃદ્ધના સાચા પરિવારજનોને મૃત્યુની જાણ તો થઈ પણ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ ના મળ્યો.

જામનગર રહેવાસી દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ ગુમ થયા હતા. તો શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા કેશુભાઈ મકવાણા નામના વૃદ્ધ પણ ગુમ થયા હતા. બંનેના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણ કરવામા આવી હતી. આ સમયે જ શાકમાર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતા પોલીસ દ્વારા કેશુભાઈ મકવાણાના પરિવારજનોને જાણ કરી હતી. તેના પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ કરી મૃતદેહ સ્વીકારી લીધો હતો.

ઘરે જઈ અંતિમવિધિ પણ કરી નાખી હતી. જો કે, અંતિમવિધિના થોડા કલાકમાં જ જે કેશુભાઈ મકવાણા પોતાના ઘરે પરત ફરયા.. જો કે, બાદમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે જે વ્યકિતના અંતિમ સંસ્કાર કરી નખાયા તે કેશુભાઈ મકવાણા નહીં પણ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ રાઠોડનો મૃતદેહ હતો.દયાળજીભાઈ રાઠોડના પરિવારજનોનું માનીએ તો, પોલીસ દ્વારા તેને દયાળજી ભાઈના મૃત્યુ અંગે જાણ કરવામા આવી હતી.હવે દયાળજીભાઈના પરિવાર દ્વારા અસ્થિકુંભનું નામ બદલવા ઉપરાંત મૃત્યુના દાખલા મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!