સોજીત્રામાં થયેલ અકસ્માતે પરિવારનો માળો વિખેરી નાખ્યો! ઘરના મોભી રડતા કહ્યું કે, ખબર નહોતી આ રીતે છેલ્લી મુલાકાત હશે…
હાલમાં જ ગુજરાતમાં રોડ અકસ્માતની દુઃખદ ઘટના બની હતી. સોજીતરગામ થયેલ આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા હતા. આ મૃતકોમાં 3 એક પરિવારના સભ્યો હતા, જેના લીધે ઘરનો માળો જ વિખેરાય ગયું. આ ત્રણ મૃતકોમાં માતા સહિત બે દીકરીનું મોત નિપજયુ હતું, જેથી ઘરના મોભીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટનાનાને કારણે વિપુલભાઈ મિસ્ત્રીનો આખો પરિવાર ઉજડી ગયો.
રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના જમાઈએ નશાની હાલતમાં પોતાની કારથી રિક્ષા અને બાઇકને ઠોકર મારી હતી, જેથી વિપુલભાઈ મિસ્ત્રીનાં પત્ની વીણાબેન, દીકરીઓ જાનવી અને જિયાનાં કરુણ મોત નીપજ્યાં હતાં. વીણાબેન તેમના ભાઈને રાખડી બાંધીને બે દીકરી સાથે ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ સિવાય આ અકસ્માતમાં રિક્ષાચાલક યાસીનભાઈ સહિત કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પોતાની બંને દીકરી અને માતાને ગુમાવવાને લીધે તેમને પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, મારું ઘર જ વેરાન બની ગયું અને મારી પત્ની સાથેનો 25 વર્ષનો એટલી યાદો હતી કે હું શું કરું.
સાથે મળીને દીકરી માટે સપના જોયા હતા. મોટી દીકરીને એન્જિનિયર બનીને ફોરેન જવું હતું અને નાની દીકરી જિયા તો મારા કાળજાનો કટકો હતી. ખરેખર આટલા શબ્દો બોલતા જ તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહી ગઈ હતી.
જાણવા મળ્યું હતું કે, વિપુલભાઇ માટે દીકરો ગણો કે દીકરી ગણો એ જ હતી. એક બ્યૂટી પાર્લરની સંસ્થામાં તેની 1,30,000 રૂપિયા ફી મેં ભરી હતી અને જેનું સર્ટિફેક્ટ આવવાનું હતું તેમજ જાનવીએ બે વર્ષ ડિપ્લોમા પણ કર્યું હતું. તેમજ નાની દીકરી જિયા ડ્રોઈંગમાં નંબર વન હતી.
ઘટના પહેલા અંગેની વાત જણાવતા કહ્યું હતું કે, મારી દીકરીને કેડબરી આપી અને રિક્ષાચાલક યાસીનભાઈને મસાલો ખવડાવ્યો અને પત્નીને ઘરની ચાવી આપીને હું બાઈક પર તારાપુર જવા નીકળ્યો અને તેઓ ઘરે જવા નીકળ્યા પણ ત્યારે ખબર પડી કે આ મારા પરિવાર સાથેની છેલ્લી મુલાકાત હતી રાખડી બાંધીને ઘરે પાછા ફરતા હતા ત્યારે કારે ટક્કર મારી હતી.
આ ઘટનાનો આરોપ ધારાસભ્યના જમાઈ પર લાગ્યો છે અને તે એટલો નશામાં હતો કે તેની પત્ની ઘરે હતી છતાં તેને ઘટનાસ્થળે શોધતો હતો. પોતાની પત્નીને તારાપુર લેવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આરોપીનો રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં તે આલ્કોહોલ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી કારણ કે એક વ્યક્તિએ પોતાનો પરિવાર ગુમાવી દીધો છે. હાલમાં આરોપી સામે હોવા છતાં સત્તા ન લીધે કોઈ એક્શન લેવાયા નથી.