ગુજરાત ના આ ગામ મા બની કરુણ ઘટના ! મિત્રને બચાવવા બીજો મિત્ર પણ નદી મા કુદી પડ્યો અને બન્નેના…
હાલમાં જ એ ખુબ જ કરુણ દાયક ઘટના સામે આવી છે, આ ઘટના અંગે જાણીને તમારી આંખમાં આસુંઓ આવી જશે. આ જગતમાં મિત્રતાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે, ત્યારે આ કિસ્સો તમારા હદયને સ્પર્શી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, એક મિત્રએ બીજા મિત્રને ડૂબતો બચાવવા પોતાના પ્રાણ પણ સંકટમાં મૂક્યા પણ વિધાતા એ કંઈક બીજા લેખ લખેલા હશે. એવો દુઃખ બનાવ બન્યો કે પળભર માં જ એક સાથે બે જીવોએ વિદાય લીધી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
હાલમા જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હુધા ડડુસરમાં ભાગોળમાં આવેલ તળાવમાં માછલી પકડવા દરમિયાન જ જાળ ખેંચવા પડેલા એક યુવક ડૂબ્યો હતો. આ દુઃખદ ઘટના દરમિયાન જ અન્ય મિત્ર એ પોતાના મિત્રને ડૂબતો જોઈને જ યુવક તેને બચાવવા જતાં બંને યુવકો તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતો,. સ્થાનિક તરવૈયા અને ગ્રામજનોએ અઢી કલાકની ભારે જહેમત બાદ બે યુવકોના મૃતદેહ બહાર કાઢયા હતા.આ ઘટનાને લીધે પરિવારજનો અને ગામજનોમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું.
મહુવાના નાયબ મામલતદાર આર. વી. વાઘેલા, પીએસઆઈ જી.કે.ભરવાડ સહિતના કર્મીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો ડુસરમાં ભાગોળમાં આવેલા તળાવમાં બપોરે અઢી વાગ્યાના સુમારે સ્થાનિક યુવકો પહેલાથી જ નાખેલ માછલી પકડવાની જાળ ખેંચવા પડ્યા હતા.ગણતરીના સમયમાં જ બંને યુવકો ડૂબવા લાગ્યા હતા.તળાવના બીજા કિનારે ઉભેલા યુવકોની નજર પડતા બુમબૂમાં થતા ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા.
ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓએ તળાવ ખૂદી ડૂબી ગયેલા બે યુવકના મૃતદેહની શોધી કાઢયા હતા.બન્ને યુવકના મૃતદેહને મહુધા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અલગ અલગ ફળીયામાં રહેતા બન્ને યુવકોમાંથી એક પણ યુવકને પાણીમાં તરતા આવડતું ન હતુ. ત્યારે આ વાતમાં જાણીને એ જરૂર વિચારવા જેવું છે કે, બીજા મિત્રને તરતા ના આવડતું હોવા છતાં પણ પોતાના મિત્રને બચાવવા કૂદી પડ્યો એ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.