પતિ બહાર રહેતો હતો અને પત્નીની એવી હરકતોની જાણ થતાં મોતને ઘાટ ઉતારી અને પછી પોતે…
લગ્ન સંબંધ હોય કે, પછી કોઈપણ સંબંધ કેમ ન હોય પરતું જ્યારે મનમાં શંકાનું બીજ રોપાય ત્યારે તેનું પરિણામ હંમેશા ગંભીર જ હોય છે. ખાસ કરીને પ્રેમ અને લગ્નના સંબંધો અનેક વખત મનમાં ઉદ્દભવેલી શંકાઓના લીધે તૂટતાં હોય છે. ક્યારેક વ્યક્તિ ન કરવાનું પણ કરી દે છે, જેના થી એક નહીં પરંતુ બંનેની જીદંગી ખરાબ થાય છે. આજે અમે આપને એક એવી જ ચોંકાવનારી ઘટના વિશે જણાવીશું.
હાલમાં જ એક પતિએ પોતાની પત્નીને નજીવી બાબતમાં મોતને ઘાટ ઉતારી દીધી. આ હત્યા પાછળનું કારણ માત્ર ને માત્ર મનમાં ઉદ્દભવેલી શંકા હતી. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ દાણીલીમડા પોલીસે આરોપીની ઘરપકડ કરી હતી. આ દરમીયાન જ આરોપી પાસે થી જાણવા મળ્યું હતું કે, પત્ની નવા કપડાં પહેરીને જાય તો તેને શંકાઓ થતી હતી કે તેને કોઈ સાથે સંબંધ હશે.
બસ આ જ કારણે દોઢ વર્ષના લગ્નજીવનને ભૂલીને પત્નીની હત્યા કરી નાંખવામાં આવી. આ ઘટના વિશે વધુ જાણીએ તો આમીરખાન પઠાણએ 20 વર્ષીય આફરીનબાનું કી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.હત્યા કરી ભાગી ગયો ત્યારના સીસીટીવી સામે આવ્યા હતા. જેના આધારે પોલીસને માહિતી મળી હતી કે બરોડા રેલવે સ્ટેશન પાસે આરોપી ઉભો છે જેના આધારે દાણીલીમડા પોલીસે આરોપી આમીર ઝડપી લીધો હતો.
ડોક્યુમેન્ટના અભાવે નોકરી ન મળતા ટ્રેન મારફતે મહારાષ્ટ્ર એક સંબંધી ઘરે જવાની ફિરાકમાં હતો. પરતું પોલીસને ચોક્કસ બાતમી મળતા બરોડા રેલવે સ્ટેશન પાસેથી આરોપી આમીર પકડી લીધો હતો અને તપાસ હાથ ધરી હતી.દાણીલીમડા પોલીસે હત્યારા પતિ આમિરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે કે હત્યા કરવા છરી ક્યાંથી લાવ્યો હતો..હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.