કેશોદમાં જીમ સંચાલક યુવકનો આપઘાત, સુસાઈડ નોટ વાંચીને આંખમાંથી આવી જશે આસું
આ જીવન માત્ર બે ઘડીનું છે, ખરેખર દરેક વ્યક્તિની સાથે રહેવું અને આપના મનની વાતો કે દુઃખ કોઈને કહેવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે મન એવું છે, કવ ક્યારેક ન ભરવાનું પગલું ભરી લેતું હોય છે. ત્યારે આ ઘટના લીધે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આપણે જાણીએ છે કે, અવારનવાર આપઘાતના બનાવ બનતાં હોય છે.
જે વ્યક્તિ તમારી સાથે જ હોય એ વ્યક્તિ ને એક પળમાં હમેશ માટે જીવનની યાદ બની જાય છે. ખરેખર એ વાત સત્ય છે કે, જેનું જીવન આપણને જેવું દેખાતું હોય એવું ખરેખર હોતું નથી! અંદર થી તો દરેક વ્યક્તિ દુઃખી જ હોય છે,કારણ કે,જીવનમાં દરેક વ્યક્તિ માત્ર બીજાને ખાતર જીવન જીવતો હોય છે, હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમાં જુનાગઢ જિલ્લાના કેશોદ ગામના જિમ સંચાલક યુવા વયે પોતાનો જીવ ગુમાવી દીધો અને અંતિમ સમયે સુસાઇડ નોટમાં એવું લખ્યું કે તમારી આંખમાંથી આંસુઓ આવી જશે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, યુવક માનસિક રીતે થાકી ગયો હતો અને આ કારણે તેને આત્મહત્યા કરી.યુવકે ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જૂનાગઢના કેશોદમાં દિપેશભાઈ પેથાણી પોતાના પરિવાર સાથે રહેતો હતો.શનિવારે તેણે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું.જ્યારે જાણ થઈ ત્યારે મિત્રો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તપાસમાં એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં દિપેશે અંતિમ પગલુ ભરવાનું કારણ વ્યક્ત કર્યું હતું.
દીપેશે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘સોરી મમ્મી પપ્પા તથા બધા મિત્રો. મેં આ પગલું ભર્યું છે એ માટે હું ગણા સમયથી માનસિક રીતે થાકી ગયો હતો.એ માટે મારે આ પગલું ભર્યું છે. અને જે મે આ કર્યું છે તેના માટે કોઈપણ જવાબદાર નથી. એ માટે મહેરબાની કરીને કોઈ પર આરોપ લગાડાતા નહિ. છેલ્લા ઘણા સમયથી હું માનસિક રીતે થાકી ગયો હતો. મને એમ હતું કે કાલ શારુ થઈ જશે.. કાલ શારું થઈ જશે પણ એ કાલનો દિવસ આવ્યો જ નય. એટલે કંટાળીને માનસિક શાંતિ માટે મેં આ પગલું ભર્યું છે.
જિંદગીમાં કોઈપણ દિવસ કોઈનું ખોટું કર્યું નથી. તેમ છતા મારી જિંદગીમાં આવા દિવસો આવશે એ મે સ્વપ્નમાં પણ વિચાર્યું નોતું. મારા પરિવારના બધા સભ્યોને હાથજોડીને માફી માગું છું. મેં આ પગલું ભર્યું એ માટે અને પરિવારને બધાને વિનંતી કરું છું મારી પાછળ પાણી.. કે લીલ પરણાવી એ બધું ના કરતા એ મને નથી ગમતુ. ખાલી એક દિવસ બેસણું રાખી દેજો પછી કંઈ પણ ન કરતા.’
મારા બધા મિત્રોને વિનંતી છે કે જે જે આ કર્યું છે એ એા માટે કોઈપણ જવાબદાર નથી. એ માટે મહેરબાની કરીને કોઈને હેરાન ન કરતા અને મારા મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો એને જ્યારે કોઈપણ મદદની જરૂર હોય ત્યાં તેને મદદ કરજો. જેનો જન્મ થાય તેનું મૃત્યું નિશ્ચિત હોય છે. કદાચ મારી જિંદગી આ રીતે પુરી થવાની હશે. ખરેખર યુવાનના આ અંતિમ શબ્દો હતા.
વિચાર કરો જે યુવાન દરરોજ લોકોને સ્વસ્થ અને મજબૂત બનવવા કાર્યરત હતો એ તો અંદર થી ખુદ તૂટેલો જ હતો જેનું દુઃખ કોઈ નહીં સમજી શક્યું હોયતેમના નિધન થી પરિવાર ખૂબ જ આઘાત લાગ્યો છે. મૃતકની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે.