ઇમિટેશનના ધંધાર્થી પટેલ યુવાને તળાવમાં કૂદીને જિંદગી ટૂંકાવી, સ્યુસાઇડ નોટના આધારે સત્ય બહાર આવ્યું
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રોજિંદા જીવનમાં અનેક એવા બનાવ બની રહ્યા છે, જેમાં ઘણા લોકો પોતાનું જીવન તેમની અંગત સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં ટૂંકાવી રહ્યા છે. ત્યારે ખરેખર આ જાણી ને હ્દય કંપી ઉઠે કે, આવી ઘટનાઓ ઘટતી કેમ હશે. હાલમાં જ થોડા દિવસો પહેલા 2 વેપારીઓ ની આત્મહત્યા ની ઘટના સામે આવી હતી. ત્યાં આજે ફરી એકવાર રાજકોટ શહેરના એક ઇમિટેશન વેપારીની આત્મહત્યા નો બનાવ બહાર આવ્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટમાં મોરબી રોડ પર તિરૂપતી બાલાજી પાર્કમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા ધંધાર્થી પટેલ યુવાન રવિવારે ઘરેથી એકટીવા લઇને નીકળ્યા બ લાલપરી તળાવમાંથી ફુલાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી અને તેમના જ પર્સમાંથી મળેલી ચિઠ્ઠીને આધારે તેણે આપઘાત કર્યાનુ બહાર આવયુએ ને ચિઠ્ઠી મુજબ જાણવા મળ્યું કે, આ પગલું તેને પોતાની જિંદગી થી કંટાળીને ભર્યું હતું.
ખરેખર જ્યારે આ વાત ની જાણ તેમના પરિવાર જનોને થઈ ત્યારે ખૂબ જ દુઃખની લાગણીઓ છવાઈ ગઈ હતી.જાને તેમના પરિવારમાં તો જાણે આભ ફાટી પડ્યું હોય.મધ્યમ વર્ગીય પરિવાર પર જ્યારે આવી મુશ્કેલીઓ આવે છે, ત્યારે ખરેખર તેમના જીવનની દિશા જ બદલાઈ જાય છે. આ મૃતક પોતાના જીવન થી કંટાળીને આત્મહત્યા કરી લીધી પરતું હવે તેમના પરિવારનો આધાર છીનવાઇ ગયો છે.
જીવનમાં મુશ્કેલીઓ ઘણી આવશે પરતું એક વાત નું ધ્યાનમાં રાખવાનું કે, જીવનથી હારીને ક્યારેય પણ આવા પગલાં ન ભરવાજોઈએ.મૃતક પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે. પ્રવીણ ભાઈનું મુત્યુ થતા જ આઠ વર્ષના બાળક તો પિતાની છત્રછાંયા ગુમાવી દીધી અને તેમની માતા ને પણ પુત્રના મુત્યુ થી આઘાત લાગ્યો છે. આ બનાવની જાણ થતાં જ પરિવારમાં શોક છવાઈ ગયેલ.
સમગ્ર ઘટના વિશે જાણવા મળ્યું હતું કે, લાલપરી તળાવ મચ્છો માતાજીના મંદિર પાસે તરતી હોવાની જાણ કોઇ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બી-ડિવીઝનના PSI જે.પી.સરવૈયા અને કિશનભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને તેમના પરિવારજનોને આ વિશે માહિતગાર કર્યા હતા.