વર્ષ 1984માં શહીદ થયેલ જવાને 38 વર્ષ પછી સ્વત્રતા દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા કારણ જાણીને આશ્ચર્ય થશે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સરહદ પર તૈનાત જવાનો દેશની રક્ષા અર્થે પોતાના પ્રાણની આહુતિ આપીને શહીદ થઈ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક આવી ઘટના બની છે. વાત જાણે એમ છે કે, વર્ષ 1984માં સિયાચીનમાં શહીદ થયેલા 19 કુમાઉં રેજીમેન્ટના જવાન ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર 38 વર્ષ પછી ઉત્તરાખંડના હલદ્વાનીમાં તેમના ઘરે પહોંચ્યું.
ખરેખર વિચાર કરો એ પરિવારની આંખમાંથી કેવા આંસુઓ સરી પડ્યા હશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સિયાચીનમાં બરફના તોફાનમાં 19 લોકો ચપેટમાં આવ્યા હતા.આ ઘટના દરમિયાન જાણવા મળ્યું હતું કે, સર્ચ ઓપરેશનમાં 14 જવાનોના શવ રિકવર કરવામાં આવ્યા હતા. 5 જવાનોના પાર્થિવ શરીર નહોતા મળ્યા. તેમા શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું નામ પણ સામેલ હતું.
શહીદના ઘરના લોકોને પણ તે સૂચના આપવામાં આવી હતી કે તેમનુ પાર્થિવ શરીર નથી મળ્યું. તે બરફના તોફાનમાં આવીને શહીદ થઈ ગયા. આખરે 38 વર્ષ પછી શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચ્યું.નાયક ચંદ્રશેખર હર્બોલા 29 મે 1984ના રોજ સિયાચીનમાં ઓપરેશન મેઘદૂત દરમિયાન શહીદ થયા હતા. બરફના તોફાનમાં ઑપરેશન મેઘદૂતમાં 19 લોકો બરફમાં દબાયા હતા.
જેમાંથી 14 જવાનોના શવ રિકવર થયા હતા.શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાના પરિવારજનોને હવે પાર્થિવ શરીર મળવાની ખબર મળી તો તેમની જૂની યાદો ધૂંધળી થઈ ગઈ.લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર 15 ઓગસ્ટ 2022ના રોજ તેમના ઘરે પહોંચ્યુ છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. તેમની પરિવારની આંખોમાં હર્ષની સાથે દુઃખના આંસુઓ વહી ગયા હતા