Gujarat

જામનગરનો આ કિસ્સો તમને હચમચાવી મૂકશે, એક બનેવીએ કરી પોતાની જ સગી સાળીની હત્યા. જાણો આખી વિગત…

જામનગર શહેરના એક વ્યક્તિએ છરીઓનાં ઘા ઝીંકીને કરી પોતાના સાળીની હત્યા, જેથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે. આ બનાવ કાલાવાડના નાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીનો છે કે જ્યાં ૩૫ વર્ષીય મહિલા જેમનું નામ કરીમા સિપાહી બતાવવામાં આવી રહ્યું છે તેમની હત્યા ફિરોઝ ઉર્ફે મુન્નાએ સવારના સમયગાળામાં કરી. ત્યારબાદ માલુમ પડ્યું કે કરીમા એ ફિરોઝની સગી સાળી હતી.

કચરો નાખવા આવેલી કરીમા સાથે બોલાચાલી થતાં બનેવીએ છરીના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલમાં પોલીસ એ ખૂન કરીને નાસી જનાર ફિરોઝની શોધ હાથ ધરી છે. સમગ્ર ઘટનાક્રમ કઈક એવો હતો કે કરીમા કચરો નાખવા માટે ગઈ ત્યાં તેને પોતાના બનેવી સાથે કોઈ બોલાચાલી થતાં, બનેવીએ કરીમા પર ચાકુ વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ કરીમાને જી.જી. હોસ્પિટલમાં ખસેડી જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજતાં સમગ્ર હુમલો ખૂનના આરોપમાં બદલાય ગયો.

પોલીસ દ્વારા મળતી આ ઘટનાની પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું કે જામનગર શહેરના કાલાવડ નાકા પાસે આવેલ સિલ્વર સોસાયટી માં રહેતી 35 વર્ષીય કરીમા સવારના સુમારે કચરો ફેંકવા પોતાના ઘરેથી બહાર આવતા તેના બનેવી મુન્ના સાથે કોઈ બાબત અંગે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પહેલા પણ બનેવી સાથે અવાર નવાર બોલાચાલી થતી હોવાથી મુન્ના જામનગર છોડી બહાર જતો રહ્યો હતો.

કરીમા ઉપર ચાકુ વડે હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજતાં હત્યાનો ગુનો નોંધી પોલિસે તપાસ હાથ ધરી હતી. આ બનાવના કારણે સમગ્ર જામનગર શહેરમા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!