Gujarat

જનેતા એ દીકરાને મોતને ઘાટ ઉતાર્યો અને પિતાએ બાળકની દફનાવ્યો, કારણ જાણીને હૈયું કંપી જશે…

હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, આ ઘટના માતા-પિતાને સંબંધને કંલકિત કરી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં જ પાંડેસરામાં દોઢ વર્ષના બાળકની લાશ મળી હતી.આ ઘટનાને મામલે જાણવા મળ્યું છે કે, માસૂમ બાળકની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોને કરી તે અંગે વધુ વિગતો અમે આપને જણાવીએ. આરોપીઓને નામ જાણીને તમારું હૈયું કંપી ઉઠશે ખરેખર આ દુઃખદ ઘટનાએ માનવતા ને કંલકિત કરી છે.

આ ઘટનાને મામલે પાંડેસરા પોલીસે સાવકી માતા મમતા અરુણ ભોલાને પકડી લાવી ધરપકડની તજવીજ શરૂ કરી છે. પઓમનગરમાં રહેતા અરૂણ ભોલાએ મમતા સાથે વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. અરૂણ અને મમતાને 8 વર્ષનો પુત્ર છે અને તે હાલમાં ઓરિસ્સા રહે છે. વર્ષ 2016માં અરૂણ ભોલા સગી સાળીને લઈ સુરત આવી ગયો હતો અને તેની પત્ની પુત્ર સાથે વતનમાં રહેતી હતી.

સુરતમાં સાળી સાથે રહી અરૂણને સાડા ત્રણ વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો થયો હતો. 3 મહિના પહેલા સાળીનું બિમારીને કારણે અવસાન થયું હતું. આથી અરૂણ બન્ને બાળકોને લઈ વિધિ કરવા વતન ગયો હતો. અરૂણ વતન ગયો ત્યારે પત્નીને બન્ને બાળકોને સાચવવા સાથે લઈ આવ્યો હતો. દોઢ વર્ષનો બાળક જમવાનું જમે કે તરત ટોઇલેટ કરતો હતો. આથી સાવકી માતાએ સફાઇ કરવી પડતી હતી. વારંવાર ટોઇલેટને કારણે સાવકી માતા બાળકની સારસંભાળ બરાબર રાખતી ન હતી.

આખરે કંટાળીને 13મી તારીખે રાત્રે સાવકી માતાએ દોઢ વર્ષના બાળકને દિવાલમાં માથું પછાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પછી બાળકને સુવડાવી દીધો હતો.મહિલાનો પતિ આવ્યો ત્યારે તેણે બાળકને જગાવ્યો જો કે ઉઠયો ન હતો. પતિને કહ્યું બે-ત્રણ વાર ટોઇલેટ થયા હતા. આથી મે તેને સુવડાવી દીધો હતો. બાળકના મોત બાદ તેની દફનવિધિ કરવા માટે મહિલાનો પતિ અને ભત્રીજા નજીકમાં ખુલ્લા મેદાન પર ગયા હતા. બાળકને કપડા પહેરાવી ખાડો ખોદી મીઠું નાખી દફનવિધી કરી હતી. 14મી તારીખે વરસાદને કારણે બાળકની લાશ બહાર આવી જતા સ્થાનીકોને કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!