IndiaPolitics

રાહુલ ગાંધી પર મંડરાયો મૌતનો ખતરો ! અજ્ઞાત વ્યક્તિએ રાહુલ ગાંધીને ધમકી ભર્યો પત્ર લખતા કહ્યું કે ‘રાજીવ ગાંધીની જેમ જ.. જાણો શું શું લખ્યું?

હાલ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે રાજ્યમાં જોરો શોરોથી ચુંટણીણી તૈયારી થઈ રહી છે, એવામાં બધી પાર્ટીઓ દ્વારા પૂર જોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. એવામાં મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં રહેલ એક દુકાન માંથી ખૂબ જ ચોંકાવનારો પત્ર મળ્યો છે, જેમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી લઈને ઘણા બધી મોટી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આ પત્ર મોકલનાર વ્યક્તિના નામની જગ્યાએ ભાજપ નેતા ચેતન કશ્યપનું નામ લખવામાં આવ્યું હતું.

આ પત્ર વાયરલ થતાં જ ભારે હડબડાટી મચી ગઈ હતી, એટલું જ નહિ આવો ધમકી ભર્યા પત્રને લઈને પોલીસ ફક્ત ગણતરીના સમયમાં જ તપાસ હાથ ધરી હતી. આ પત્રમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની સાથો સાથ આખા ઈન્દોરમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચાલો તમને જણાવી કે આ પત્રમાં એવું તો શું લખ્યું છે?

પત્રની શરૂઆત કરતાં લખ્યું હતું કે વાહે ગુરુ જે બાદ તેણી નીચે લખવામાં આવ્યું હતું કે વર્ષ 1984માં દેશમાં ઘણા બધા કોમી રમખાણો થયા હતા, જેમાં ઘણા બધા શીખોને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા, તેમ છતાં કોઈ પણ પક્ષે આ વાતને ધ્યાનમાં લીધી હતી નહિ. આ વાતના ઉલ્લેખ કરવાની સાથો સાથ પત્રમાં કોંગ્રેસ નેતા કમલનાથ વિરુદ્ધ પણ ખૂબ ખરાબે શબ્દો લખવામાં આવ્યા હતા.

આ અજાણ્યા વ્યક્તિએ આ પેજમાં લખ્યું હતું કે નવેમ્બર 2022ના છેલ્લા અઠવાડિયે આખું ઈન્દોર બોમ્બથી ઊડી જસે અને તેમ ખાસ કરીને રાજબાડાને ટાર્ગેટ કરવામાં આવશે. તેમ આગલ લખવામાં આવ્યું હતું કે ઈન્દોરમાં ભયંકર બોંબ વિસ્ફોટ થશે અને રાહુલ ગાંધી સાથે કમલનાથને પણ ગોળી મારી દેવામાં આવશે. મુખ્ય વાત તો એ છે કે આ પત્રમાં કોઈ જ્ઞાનસિંહનું નામ લખેલું છે અને તેની સાથે એક મોબાઈલ નંબરની સાથો સાથ એક આધારકાર્ડની કોપી પણ જોડવામાં આવી છે. તમને જણાવી ડી કે 23 નમવેમ્બરના રોજ રાહુલ ગાંધી ઈન્દોર ભારત જોડો યાત્રા માટે આવવાના છે અને 28 નવેમ્બરના રોજ તેઓની એક સભા પણ યોજવાની છે.

એવામાં હવે આવો ધમકી ભર્યો પત્ર મળતા રાજકારણ ગરમાયું છે અને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે. હાલ આ ધમકી ભર્યા પત્રને લઈને હાલ પોલીસ દોડતી થઈ છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ પત્ર લખનારે રાહુલ ગાંધીને મૌતની ચીમકી આપતા કહ્યું કે રાહુલ ગાંધીને પણ રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!