ગુજરાતએ ગુમાવ્યો પનોતા પુત્રને! ઝવેરચંદ મેઘાણીના મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન થઈ ગયું…
ગુજરાતી સાહિત્ય જગતમાં ગઈ કાલે શોકમય વાતાવરણ છવાઈ ગયું અને ગુજરાતી ભાષાએ પોતાનો પનોતો પુત્ર ગુમાવ્યો. આપણે સૌ કોઈને મીડિયા દ્વારા આ દુઃખ સમાચાર મળી ગયા હતા કે, ગુજરાતી સાહિત્ય જગતના પિતા ગણાતા ઝવેરચંદ મેઘાણીનાં સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ગઈકાલે નિધન થયું છે. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, તા. ૩ ઓગસ્ટ ૨૦૨૨ રાત્રે 8 વાગે તેઓ સ્વર્ગવાસ થયા છે. મહેન્દ્ર મેઘાણીના જીવન પર એક નજર કરીએ તો તેમનો જન્મ ૨૦- જૂન, ૧૯૨૩ના રોજ મુંબઇમાં થયો હતો.
સૌથી ખાસ વાત એ છે કે, મહેન્દ્ર મેઘાણીએ ગઈ 20 જુન 2022ના રોજ 100 વર્ષ પૂર્ણ કર્યા હતા. આખરે શતાબ્દી પૂર્ણ કરીને તેમને પોતાની જીવન લીલાને સંકેલી લીધી હતી. કહેવાય છે ને કે, ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી એ અનંતગણું સાહિત્ય આપણને ભેટમાં આપ્યું એમ મોરનાં ઇંડાને જે રીતે ચીતરવા ના પડે એવી જ રીતે મેઘાણીના દીકરા એ એનાથી પણ વિશેષ સાહિત્ય જગતને ઉત્તમ રચનાઓ ભેટમાં આપી છે.
મિલાપ, લોકમિલાપ, કાવ્યકોડિયાં જેવા ગુણવત્તાસભર પ્રકાશનો થકી સાત દાયકા સુધી સાહિત્ય થકી સંસ્કાર સિંચન કરનાર કર્યું તેમજ કસુંબલ ગાયક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો ‘વિરામ’ થયો છે.
મહેન્દ્રભાઈ અન્ય સામયિકો કે પુસ્તકોમાં વાંચવાં મળેલાં ઉત્તમ લખાણોને ટૂંકાવીને નજીવી કિંમતે પ્રસિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડતા હતા. લોકમિલાપે 100 કરતાં વધુ પુસ્તકો બહાર પાડ્યાં, લોકો સુધી લાખો નકલો વાચકોને પહોંચાડી હતી માટે હરતી-ફરતી વિદ્યાપીઠના નામે પણ તેઓ જાણીતા થયા હતા.ઝવેરચંદ મેઘાણીના 90મી જન્મજયંતિના વર્ષ 1986 માં તેમણે 90 ગામની 90 દિવસની વાચનયાત્રા કરી હતી. ‘અડધી સદીની વાચનયાત્રા’ નામનાં સાહિત્ય સંકલનના પાંચ ભાગમાં મહેન્દ્ર મેઘાણીએ 21 સદીમાં ખૂબ નામના મેળવી હતી.
સાહિત્ય જગતમાં હાલમાં શોકનું વાતાવરણ છવાયેલું છે, ત્યારે સૌ કોઈ તેમની લેખન કળાને પોતાના હૈયામાં જીવંત રાખશે અને મહેન્દ્ર મેઘાણી કાયમને માટે પોતાની રચના રૂપે જીવંત રહેશે ગુજરાતીઓના આંખોનું નજર સમક્ષ. તમને જણાવીએ કે, મહેન્દ્ર મેઘાણીની અંતિમયાત્રા નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટ વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર ખાતે તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાન ગૃહખાતે જશે અને ત્યારબાદ તેમનો દિવ્ય દેહ પંચ મહાભૂતોમાં વિલિન થઈ જશે.