Gujarat

કપલે કરાવ્યું અનોખુ દેશી સ્ટાઈલ મા પ્રી વેડીંગ ફોટો શુટ ! જુવો ફોટોસ…

હાલમાં જયારે લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે અનેક કપલો નવા ટ્રેન્ડ પ્રમાણે પોતાના પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવે છે. આ પ્રિવેડિંગ શૂટનો ક્રેઝ હાલમાં ખુબ જ પ્રચલિત છે. આપણે સોશિયલ મીડિયામાં લગ્નની તસવીરો જોતા હોય છે, જેમાં અનેક યુગલો અવનવી રીતે પોતાના શાનદાર ફોટોઝ ક્લિક કરાવતા હોય છે. આ પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવવાની પાછળ કારણ માત્ર એક જ કે, લગ્ન એ એક નવા જીવનની શરૂઆતનો શુભ અવસર છે. જે એક બીજાને ક્યારેય ઓળખતા ન હતા એ બંને એકમેકના સાથી બનીને [પોતાનું સંપૂર્ણ જીવન સાથે વિતાવશે, આ કારણે આ સંભારણાને સંઘરવા માટે યુગલો પોતાનું પ્રિવેડિંગ કરાવતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Adroja (@bliss_capture_studio)

આ પ્રિવેડિંગ ફોટોશૂટમાં ઘણાય યુગલો વિડીયો પણ શૂટ કરાવતા હોય છે, ત્યારે આજે અમે આપને એક એવા યુગલની વાત કરીશું જેને પોતાનું પ્રિવેડિંગ ફોટો શૂટ ખુબ જ અલગ રીતે કરાવ્યું છે. આવું પ્રિવેડિંગ ફોટો શૂટ તમે ભાગ્યે જ ક્યારેક જોયું હશે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં યુવક અને યુવતી મોર્ડનવિચાર ધરાવે છે, ત્યારે તેમના લગ્નના ફોટોશૂટ મોટેભાગે બોલીવુડની ફિલ્મોને આધારે હોય છે. ખાસ કરીને ફોટોશૂટ કરાવવા માટે દીવ તેમજ ગોવા અને બીજા સુંદર લોકેશન પસંદ કરતા હોય છે. ત્યારે અમે આજે એક એવા યુગલની વાત કરીશું જેને ખુબ જ અનોખી રીતે ફોટો શૂટ કરાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Adroja (@bliss_capture_studio)

તમે અત્યાર સુધી સોશિયલ મીડિયામાં ખુબ જ આધુનિક અને મોર્ડન ફોટોઝ જોયા હશે પરંતુ ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં રાહુલ અને ધ્રુપ્તી નામના બે નવ વરવધુએ એક અનોખી રીતે જ પોતાના લગ્નના પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. આ સાથોસાથ એક ઉત્તમ સંદેશ આપ્યો છે કે, આધુનિકતાની સાથો સાથે પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ અને પરપંરાનું પણ સંન્માન અને જતન કરી શકીએ છે. આ વાતને સત્ય કરી બતાવી છે. આપણે અત્યાર સુધી વેસ્ટર્ન સ્ટાઇલમાં જ ફોટોશૂટ જોયેલા છે, પણ આ બે યુગલો એક નવા ટ્રેન્ડ સાથે જુના વિચારોને જોડીને પોતાની ઈચ્છાઓને પુરી કરી પણ સાથો સાથ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું,.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Adroja (@bliss_capture_studio)

સોશિયલ મીડિયામાં આ ફોટોઝ શેર કરવામાં આવેલા છે. આજના સમયમાં જ્યારે શહેરી જીવનમાં ગામડાનુ જીવન અને સસ્કૃતિ વિસરાઈ રહી છે, ત્યારે આ બંને યુગલએ પ્રિવેડિંગ ફોટોશૂટ દ્વારા લોકોને એક ખાસ સંદેશ આપ્યો છે. આ દેશી લુકમાં બંને ખુબ જ સુંદર અને મનોહક લાગે છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છોકે યુવક અને યુવતી ગામડાના પારંપરિક પોશાક પહેર્યાં છે, જેમાં યુવતી યુવકને ઘરની ઓશરીમાં પાણી પીવડાવી રહી છે. બીજા ફોટોમાં તમે જોશો તો યુવતી ઘંટોલામાં અનાજ દળી રહી છે અને યુવક તેની સાથે મદદ કરી રહ્યો છે, તેમજ ત્રીજા ફોટોઝમાં બંને એકમેકના પ્રેમમાં મંત્રમુગ્ધ થઇ ગયા છે. આ દેશી અવતારમાં આ બંનેનું પ્રિવેડિંગ ખુબ જ ખાસ અને નવીત્તમ વિચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!