મિત્રો કહેતા હતા કે ભંગાર ભેગો કરે છે પરંતુ યુવક એજ ભંગાર થી કરોડો ની કમાણી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી અનેક પ્રકારની જરૂરિયાતો ધરાવે છે માનવીની એક જરૂરિયાત પૂરી થઈ ગયા બાદ તરત જ બીજી નવી જરૂરિયાત ઊભી થઈ જાય છે તેવામાં માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે પોતાની જરૂરિયાતો સંતોષાય ગયા બાદ વ્યક્તિઓ ઉપયોગમાં લેવાયેલી વસ્તુ નકામી સમજીને કચરામાં ફેંકી દેતા હોય છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દરેક વસ્તુ પોતાનું કંઈકને કંઈક અલગ મહત્વ ધરાવતી હોય છે
આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા માનવીની એવું મગજ પ્રદાન કર્યું છે કે વ્યક્તિ તેની મદદથી ધારી ન શકાય તેવા કામો પણ કરી શકે છે આપણે અહીં એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેણે પોતાના વિચાર પોતાની મહેનત અને આવડતને કારણે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાની કામગીરી હાથ ધરી છે શરૂઆતમાં જે લોકો આ વ્યક્તિનું મજાક ઉડાવતા હતા તેજ આજે આ વ્યક્તિના વિચારોને સલામ કરે છે તો ચાલો આપણે આ બાબત વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.
આ વાત 28 વર્ષીય પ્રમોદ સુસર ની છે કે જેમણે પોતાના આઇડીયા ના કારણે નવી ક્રાંતિ લાવ્યા છે જણાવી દઈએ કે હાલમાં પ્રોમોદ ઔદ્યોગિક બગાડ ને ફરી વાપરીને બગીચાઓ, કાફે અને હોટલ માટે અનોખું ફર્નિચર બનાવવા માટેનું કામ કરી રહ્યા છે.
સૌ પ્રથમ જો વાત પ્રમોદ વિશે કરીએ તો પ્રમોદના પિતા પાસે માત્ર એક એકર જમીન છે, પ્રમોદ ની ઇચ્છા બાળપણથી જ પોતાનો વ્યવસાય શરૂ કરવાનિ હતી પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ને કારણે તેમનું સપનું પૂર્ણ ન થયું અને તેમને કામ કરવાનું શરૂ કરવૂ પડ્યું. જણાવી દઈએ કે પ્રમોદે અહમદનગરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
તે એક કારખાનામાં મેઈન્ટેનન્સ એન્જિનિયર તરીકે કામ કરતો હતો, જોકે આ સમયે તે પોતાના કામની સાથો સાથ વેલ્ડિંગ અને ફિક્સિંગ જેવા કામ કરતો હતો આ બાબત ને લઈને અનેક લોકો તેમનો મજાક પણ ઉડાવતા હતા. પ્રમોદ પોતની નોકરિનિ સાથો સાથ ધંધા અંગે પણ ઘણા વિચારો કરતો હતો. આ સમયે તેમણે એક વખત સોશિયલ મીડિયા દ્વારા જોયું કે જાપાનમાં ડ્રમ અને ટાયરનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર ફર્નિચર બનાવવામાં આવે છે આ બાબત ને જોઈને તેઓ ઘણા પ્રભાવિત થયા. અને આ ક્ષેત્રમા આગળ જવા વિચાર્યુ.
પ્રમોદે જોયું કે તેઓ જ્યાં કામ કરે છે ત્યાં ડ્રમ અને અન્ય વસ્તુઓ નો ઘણો ભંગાર હતો આ ઉપરાંત તેઓ જ્યારે એક વખત બાઇક રિપેર કરાવવા ગયા ત્યારે તેને ત્યાં ટાયર જાણવા મળ્યું કે તેઓ 7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટાયર ભંગારમાં આપી દેતા હતા.
આ તમામ માહિતી મેળવ્યા બાદ પ્રમોદને પોતાનો વ્યસાય શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેમણે સૌપ્રથમ ઓછા ભાવે ટાયર અને ડ્રમ ખરીદ્યા આ ઉપરાંત જુના માંથી ડ્રિલ મશીન અને અન્ય જરૂરી વસ્તુઓ લાવીને પોતાના ધંધાનુ કામ શરૂ કર્યું. આ કામ તેઓ ઓફિસેથી આવીને કરતા હતા. કારણકે તેમને ઘરની પરિસ્થિતિ ને કારણે નોકરી છોડી શકે તેમ નહતા અને ઘરે પોતાના પગાર માંથી અમુક રકમ પણ મોકલતા હતા માટે નોકરી છોડવાના બદલે બચેલા સમયમાં નવું કામ કરતા.
આ પછી તેમણે વેસ્ટ માંથી ફર્નિચર તો બનાવી નાખ્યું પરંતુ તેમનું આ ફર્નિચર ખરીદવા માટે કોઈ નહોતું. તેથી તેમણે પોતાની પાસે આવેલા એક્ જ્યુસ સેન્ટરમાં પોતાનું ફર્નિચર રાખી દીધુ અને પોતાનો નંબર પણ તે જ્યુસ સેન્ટર ના માલિકને આપ્યો જેથી જેની જરૂર હોય તે ફોન કરી શકે. આમ થોડા સમયમાં તેમને અમુક નાના ઓર્ડર મળવા લાગ્યા.
જોકે આવા નાના ઓર્ડર પૂરતા ન હતા પરંતુ તેમણે હાર ના માની અને પોતાની નોકરી સાથે લગભગ એક વર્ષ સુધી આ કામ ચાલુ રાખ્યું. છેવટે તેમની મહેનત રંગ લાવી અને જે બાદ ઓક્ટોબર 2019માં તેમને પુણેની એક કાફે તરફથી ફર્નિચર બનાવવાનો ઘણો જ મોટો ઓર્ડર મળ્યો. આ વખતે તેમની પાસે થોડા વધુ ઓર્ડર હતા. ઓર્ડર વધતાં તેમણે પોતાની નોકરી છોડી દીધી અને સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે તેની મદદ માટે બે લોકોને રાખ્યા અને તેની કંપની P2S International નામથી રજીસ્ટર પણ કરાવી.
જોકે તેમને પોતાના આ નવા સ્ટાર્ટઅપ વિશે તેના પરિવારના સભ્યોને જણાવ્યું ન હતું જોકે કોરોનામાં જ્યારે તેમને પોતાનું કામ બંધ કરીને ઘરે આવવું પડ્યું ત્યારે તેમણે પોતાના પરિવાર ને આ સ્ટાર્ટઅપ વિશે જાણ કરી. કહેવાય છે કે બુલંદ હોસલા ને કોઈ નમાવી શકતું નથી તેમ કોરોના હોવા છતા પણ તેઓ માત્ર એક મહિના માટે ખાલી બેઠા હતા.
કોરોના કાળમાં તેમણે સેનિટાઈઝર ડિસ્પેન્સર મશીન બનાવવાનું કામ શરૂ કર્યું આ ઉપરાંત કોવિડ સેન્ટર માટે બેડ બનાવવાનું કામ પણ કર્યું. જોકે કોરોના બાદ લોકડાઉન ખુલતા મુંબઈ અને પુણે ની હોટલ અને કાફે માટે ફર્નિચર બનાવવાનો પણ ઓર્ડર મળ્યો. આ ઉપરાંત તેમની પાસે હજુ પણ હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ તથા ગુજરાતમાંથી પણ ફર્નિચરનો ઓર્ડર છે. જણાવી દઈએ કે આ વર્ષે તેમને દક્ષિણ આફ્રિકાથી પણ ઓર્ડર મળ્યો હતો. જો વાત તેમના સ્ટાર્ટઅપ વિશે કરીએ તો અત્યાર સુધીમાં તેમણે 15 હોટલ અને કાફે માટે ફર્નિચર બનાવ્યું છે.