દેવાયત ખવડે વીડીઓ
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે, જ્યાં કોઈપણ વસ્તુ વાયરલ થાતા વાર નથી લાગતી અને એ વાતોમાં સારી અને ખરાબ બંને વાતો થાય જ છે. ટૂંકમાં એટલું જ કે, એક સમયમાં ગામનો ચોરે બેસી ને વાતો કરતા એ આજે લોકો આ સોશિયલ મીડિયાનાં માધ્યમ થી કરે છે. ટૂંકમાં હોય તો પંચાત જ! આમ પણ ખાસ કરીને રાજનીતિ તેમજ કલાકારો ની વાતો તો વાયુવેગે પ્રસરી જાય છે.
ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. અનેક વખત સોશિયલ મીડિયા દ્વારા ખબરો વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં જ દેવાયત ખવડ નો એક કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજકોટના રવિરત્ન પાર્કમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડે સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે કરેલ ઝઘડા વિશે સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરતો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
દેવાયત ખવડે એ કહ્યું કે, મારે કોઈ પણ સાથે અણબનાવ ન હતો, પરંતુ બાજુમાં રહેતા પાડોશીનો બહારથી આવેલા અન્ય વ્યક્તિઓએ કાંઠલો પકડી માથાકૂટ કરતા તેમને છોડાવવા હું વચ્ચે ગયો હતો. આ માથાકૂટ વધારે ઉશ્કેરાય હતી.વાત જાણે એમ હતી કે, દેવાયત ખવડ અને બાજુમાં રહેતા બે પાડોશી વચ્ચે બોલાચાલી થઈ હતી. આજે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં પોતાનો વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી છે કે, ઘરની બહાર બેઠા હતા.
View this post on Instagram
આ સમયે બહારથી 8થી 10 વ્યક્તિ આવી મારા પાડોશીનો કાંઠલો પકડી બોલાચાલી કરી હતી. જેને છોડાવવા હું વચ્ચે પડ્યો હતો. મેં કોઈ હથિયાર કાઢ્યું ન હતું એ બધી ખોટી વાતોની અફવા કરવામાં આવી રહી છે, આમ ખરી વાત છે. સોશિયલ મીડિયામાં નાની વાત ને મોટી કરતા વાર નથી લાગતી તેઓ પાડોશી ધર્મ નિભાવવા ગયા હતા અને લોકોએ સમાજના વિરોધી ગણી બેઠા.