પાટીદાન સમાજની માફી માંગ્યા બાદ દેવાયત ખવડે આપ્યું વધુ એક મોટું નિવેદન ! કહ્યું કે “મેં ભૂલ જાહેરમાં કરી છે તો માફી પણ જાહેરમાં….
પ્રખ્યાત લોકસાહિત્યકાર એવા દેવાયત ખવડ વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, પોતાના કાર્યક્રમોને લઈને દેવાયત ખવડને સૌ કોઈ આખા ગુજરાતમાં ઓળખતું થયું છે,દેવાયત ખવડ હાલ ખુબ સારું જીવન જીવી રહ્યા છે. એવામાં તમને ખબર જ હશે કે વચ્ચે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ પાટીદાર સમાજની માફી માંગી હતી. આ વિડીયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થયો હતો.
આ મામલે જ હાલ દેવાયત ખવડનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં લોકસાહિત્યકારે પોતાના ડાયરાને લઈને પણ ખુબ મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ એલાન કર્યું હતું કે સરદાર વલ્લભાઇ પટેલની જન્મ જ્યંતી નિમિતે ક્યારેય પણ તેમને આમંત્રણ આપવામાં આવે તો તેઓ વગર એક રૂપિયે આ ડાયરો કરશે તેવી જાહેરાત કરી હતી, તેઓએ આ મામલે બીજું શું કહ્યું હતું ચાલો તે અંગે તમને જણાવીએ.
દેવાયત ખવડે જણાવ્યું હતું કે “મેં ભૂલ જાહેરમાં કરી છે એટલે માફી પણ જાહેરમાં માંગી, પ્રાયશ્ચિત કરવા માટે હવે દેશ અને દુનિયામાં સરદાર જયંતિ પર ડાયરા થાય અને મને આમંત્રણ હોય તો એક પણ રૂપિયા નહીં લઉં.” હાલ દેવાયત ખવડે આપેલ આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે ચર્ચિત થઇ રહ્યું છે, લોકો પણ આ નિવેદનને લઈને પોતાની પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અમરેલી શહેરના ચમારડી ગામની અંદર સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી જ્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં દેવાયત ખવડ હાજર રહયા હતા અને પતે આવું નિવેદન આપ્યું હતું. દેવાયત ખવડે કહ્યું હતું કે “જેમણે દેશ માટે બલિદાન આપ્યું હોય અને હું દરેક હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે જ કરવું પડે, મારા મિત્રએ મને પાટીદાર નવરાત્રીનું આમંત્રણ આપ્યું હતું અને વિડીયો બનાવા કહ્યું હતું, પણ મેં એવું કહ્યું કે ખાલી વિડીયો નહીં ભૂલ જાહેરમાં કરી છે તો માફી પણ જાહેરમાં જ માંગે.”