વિવાદ મામલે દેવાયત ખવડે વળતો પ્રહાર કર્યો !! કહ્યું કે “મોરે મોરો દેવાની તૈયારી તારા કરતા મારી વધારે છે…જુઓ શું કહ્યું
હાલ આપ સૌ કોઈ જાણતા જ હશો કે અનેક એવા વિવાદો હાલ ચાલી રહ્યા છે, એવામાં હાલ ગુજરાતના બે સારા કલાકારો વચ્ચે ફરી વખત વિવાદનો જંગ રચાયો છે જેમાં બંને પોતાના પક્ષથી આ વિવાદ મામલે વાતો કરી રહ્યા છે. એવામાં હાલ દેવાયત ખવડે પોતાના વીડિયોના માધ્યમથી વળતો જવાબ આપ્યો છે જેમાં તેઓએ આ વાત કહી છે, આવો તમને જણાવીએ.
દેવાયત ખવડે યુટ્યુબના માધ્યમમાં લાઈવ આવીને વિવાદ મામલે વળતો જવાબ આપ્યો હતો જેમાં તેઓએ કહ્યું કે મેં તેના જવાબનો વિડીયો જોયો જેમાં તેણે કહ્યું કે અડ્રેસ છુપાવા પડે છે,ભાઈ મારે શા માટે અડ્રેસ છુપાવા પડે,મારા પ્રોગ્રામ ક્યાં હોય છે તે સૌને ખબર જ હોય છે, બાકી અડ્રેસ જોતું જ હોય તો મારી ઇસ્કોન આંબલી રોડ પર ઓફિસ છે. બીજી વાત તેણે કહ્યું કે 200 લોકોને સાથે લઈને ફરે છે.
હવે એક ગાડીમાં 4-5 લોકોનું સીટિંગ હોય એમાં હું પ્રોગ્રામમાં 200 લોકોને લઈને જાવ તો મારે કેટલી કાર જોઈએ, પ્રોગ્રામના આયોજકને પૂછી જોજો મારી કેટલી ગાડી આવે છે, આ બધી તેમની ઉપજાવેલી વાતો છે. દેવાયત ખવડે વીડિયોમાં આગળ કહ્યું કે તેણે કહ્યું કે સમાધાન માટે 50 લોકોને દોડાવ્યા,તું કાંઈ આટલી મોટી ટોપ નથી કે હું સમાધાન માટે આટલા બધા લોકોને દોડાવું.
2 વર્ષ પેહલા જયારે સમાધાન થયું ત્યારે મોગલસેનાના પ્રમુખનો મને ફોન આવ્યો હતો કે આ મામલાને પતાવવાનો છે, મેં કહ્યું કાંઈ વાંધો નહિ જે બાદ મઢડાઆથી ફોન આવ્યો કે સોનબાઇ મંદિરમાં આવાનું છે,આટલી વાત થયા બાદ હું સોનબાઇ મંદિર જવા માટે તૈયાર થયો હતો,મારે જાજી વાત નથી કરવી પબ્લિકને આવી ફાલતુ વાતું સાંભળવાની ટેવ નથી
View this post on Instagram