દેવાયત ખવડે જાહેરમાં ખજૂર ભાઈને સપોર્ટ કરવા સમર્થન આપ્યું, કહ્યું આપણો ખજૂર ભાઈ એકલો ન પડી જાય, જુઓ શું બોલ્યા દેવયાત…
મને કહેવાનું મન એટલે થાય છે કે તમેને હું બધા સમજદાર છીએ, ખજૂર ભાઈ આપણો એકલો ન પડી જાય. સત્યના માર્ગે હાલવું છે, શું કામ લોકો ઘણા લોકો નથી બોલતા, કે આમાં કોણ પડે ? મે તો નક્કી જ કર્યું છે, ભેંસ ખાડામાંથી નીકળી છે તો ભલે નીકળી, પણ ખજૂર તો આપણો ખજૂર છે.
ગરીબના આંસુડાં લૂછ્યા છે, આજ તમે સત્યના ભેગા નહીં હાલો તો તમે ક્યારે હાલશો એ તો મને કહેતા જાવ એટલે મને ખબર પડે!
હાલવું શેને ખજૂર ભાઈ હારે ? હું તો મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રી શ્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે, એવો કાયદો લાવવો કે, કોઈ વ્યક્તિ કોઈના પરિવાર, બહેન દીકરી વિશે કે ઘર વિશે બોલે તો એને કાયદાનું ભાન કરાવો. કોઈ સારા માણસની છબી બગાડે અને દુનિયા આખી ટગર જોયા રાખે અને પછી મજબૂર થઈને એને કંઈ કરવું પડે ત્યારે દુનિયા એકચ્યુલી કહે કે આને કાયદો હાથમાં લીધો.
દેવાયત ખવદે ખજૂર ભાઈને સાથ આપવા માટે તેમના કાર્યની પણ યાદી અપાવી કે કંઈ રીતે ખજૂર ભાઈ દિવસ રાત એક કરીને ગામે ગામ જઈને ઘર બનાવે છે, જો તમે આજે ખજૂર ભાઈ ભેગા નહી ચાલો તો કેદી ચલાશો?
દેવાયત ખવડ જે વાત કહી છે એ આપ નીચે આપેલ વીડિયો દ્વારા જોઈ શકશો. દેવાયત ખવડે ખજૂર ભાઈને સાથ આપતા ટુંકમાં કહ્યું કે, ખજૂર ભાઈ એકલા ન પડી જાય એ ધ્યાન રાખજો અને એમના હારે રહેજો. એક વાત યાદ રાખજો કે સત્ય પરેશાન થાય પણ પરાજાય નહીં.