વિવાદીત કલાકાર દેવાયત ખવડ ની મુશ્કેલીઓ મા વધારો થયો ! મયુરસિંહ ના પરીવારે એવો નિર્ણય લીધો કે હવે સાત દીવસ..
દિવસેને દિવસે દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક તરફ દેવાયત ખવડ 7 દિવસથી ફરાર છે, ત્યારે હવે પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જાણીને તમને પણ આંચકો લાગશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે, જેની સામે આજે મયૂરસિંહ રાણાનાં પરિવારજનોએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને પોલીસ તેને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પરિવારજનોએ જણાવ્યું હતું કે દેવાયત ખવડને પોલીસ સાથે સાઠગાંઠ છે, પોલીસ મારા ખિસ્સામાં છે એવી હરહંમેશ વાતો કરતો હતો. 48 કલાકની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરી બહાર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હાલમાં જ મીડિયા સમક્ષ મયૂરસિંહ રાણાના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મયૂરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયૂરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. લોકસાહિત્યકાર હોવાથી ગુજરાતમાં ખુલ્લેઆમ ફરે છે. આ જગ્યાએ અન્ય સામાન્ય કોઈ માણસ હોય તો પોલીસ તેને પકડી કાયદાનું ભાન કરાવી દે છે.
આગામી બે દિવસમાં તેની ધરપકડ કરવામાં આવે એવી અમારા પરિવારની માગ છે. બે દિવસમાં ધરપકડ કરવામાં નહીં આવે તો અમે વિરોધ નોંધાવીશું. અગાઉ પણ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી પોલીસ સાથે સાઠગાંઠ હોવાનું ફલિત થઇ રહ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 7 દિવસથી શોધખોળ કરી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા છતાં કોઈ ભાળ મેળવી શકી નથી. જોકે હવે દેવાયત ખવડે તેના વકીલ મારફત રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.
મયૂરસિંહના પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે દેવાયતને ગુજરાતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે ગાઢ સંબંધ છે, એટલે કોઈ ને કોઈ પડદા પાછળ તેને સાથ આપી રહ્યું છે. જે લોકોએ હાલ દેવાયતને આશરો આપ્યો હોય તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેમજ મયૂરસિંહના પરિવારને ન્યાય મળે એવી અમારી માગણી છે. દેવાયત શેરીમાં આવતી-જતી મહિલા અને યુવતીઓની પણ પજવણી કરતો હોય છે, પરંતુ સારા ઘરની મહિલાઓ ફરિયાદ કરતી નથી. દેવાયતના મકાનનું બાંધકામ પણ માર્જિન છોડ્યા વગર કરવામાં આવ્યું છે. દેવાયતને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખૂબ સવલતો આપવામાં આવી છે.
મયૂરસિંહનાં પરિવારજનોની માગ છે કે આ દેવાયતને તાત્કાલિક પકડી તેમના જૂના કેસની તપાસ કરવામાં આવે. જેથી લોકોને તેમજ પોલીસને પણ તેના અસલી ચારિત્ર્ય વિશે ખબર પડે તેમજ આ દેવાયત લોકસાહિત્યકાર છે એટલે નાસતો ફરી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકમાં દેવાયત ખવડ વિરુદ્ધ મારામારી, ધમકી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.