Viral video

શુ દેવાયત ખવડ એ પોલીસના પુત્ર ને જન્મ દિવસ ની શુભેચ્છા આપી ?? જાણો વિડીઓ બિબતે પોલીસે શુ ખુલાસો કર્યો…જુઓ વિડીઓ

દેવાયત ખવડનાં મામલામાં દિવસેને દિવસે અનેક નવા પ્રકારના વળાંક આવી રહ્યા છે. હાલમાં 7 દિવસ થઈ ગયા હોવા છતા પણ દેવાયત ખવડ ફરાર છે, ત્યારે દેવાયત ખવડ વિરુદ્ધ કડક પગલાં લેવાનો પીડિત પરિવારે આદેશ કર્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

પાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ હવે પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો.  દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી.

બીજી બાજુ મયુરસિંહ રાણાના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. રાજકોટમાં દેવાયત ખવડની પોલીસ સાથે સાઠગાંઠનો પરિવારે આક્ષેપ કર્યો છે. આગામી 48 કલાકમાં ધરપકડ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ પોલીસ ભારે જહેમત ઉઠાવી રહી છે તો બીજી તરફ પરિવારનું કહેવું છે કે દેવાયત ખવડને પોલીસ સાથે સારા સંબંધ હોવાથી તપાસના ઢીલ થઈ રહી છે. જ્યારથી દેવાયત ખવડે હુમલો કર્યો છે ત્યારથી અનેક પ્રકારના વિડિયો વાયરલ થયા છે, જેમાં દેવાયત ખવડ એ પોલીસના પુત્ર ને જન્મ દિવસ ની શુભેચ્છા અંગેના વિડીઓ બિબતે પોલીસે ખુલાસો કર્યો છે.

વિટીવી ન્યૂઝના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, દેવાયત ખવડે મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. દેવાયત ખવડે એક વીડિયોના માધ્યમથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.આ મામલે સાયબર ક્રાઇમે ખુલાસો કર્યો હતો. દેવાયત ખવડના વાયરલ વીડિયોને લઇ પોલીસે સ્પષ્ટતા કરી હતી. સાયબર ક્રાઇમે વીડિયો મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો વર્ષ 2020નો છે. વીડિયો જૂનો છે અમે આરોપીને પકડવા કાર્યરત છીએ. જનતામાં ખોટી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!