હળદર અને આદુ ની ખેતી કરી આ ભણેલો ગણેલો પટેલ યુવકે વર્ષે વર્ષે દોઢ કરોડ કમાય છે
આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, આ વાત તો આપણે નાના હોય છીએ ત્યાર થી શીખવવામાં આવે છે અને આમ પણ આ વાતમાં કોઈ શંકા ને સ્થાન નથી. મોટેભાગે આપણો દેશ ખેડૂતોને આધીન છે. ત્યારે આજના સમયમાં અનેક ખેડૂતો આધુનિક ટેકનોલોજી દ્વારા વધુ વિકાસાવી રહ્યા છે. આજે આપણે એક એવા યુવાનની વાત કરવાની છે, જે આઈ.ટી એન્જીનીયર હોવા છતાંય તેને ખેડૂત બનવાનું વધારે પસંદ કર્યું અને આજે તે ખેતી કરીને વર્ષે એક કરોડ રૂપિયાથી વધારે કમાઈ છે. ચાલો અમે આપને આ યુવાન વિશે વધુ જણાવીએ.
આજમાં સમયમાં જ્યારે યુવા પેઢી ગામડાઓ થી દુર થઇ રહી છે, તેમજ પોતાની ખુદની જમીન હોવા છતાંય પણ ક્યારેય જમીન વિશે વધુ જાણતાં નહીં હોય પરંતુ ઘણાય એવા યુવાનો હોય છે, જે ખેડૂત પૂત્ર હોવાના નાતે પોતાની અંદર પણ એ જોશ અને ઉત્સાહ રાખે છે.આવો જ એક યુવાન એટલે દેવેશ પટેલ જે આણંદ શહેરમાં બોરીઆવી ગામના વતની છે. જેમની પાસે માત્ર ર૦ વીઘાં જમીન છે પણ છતાંય આજે એવું કામ કરે છે કે, તેઓ 20 વિઘામાં 200 વિઘા જેટલી ઉપજ કરએ છે.દેવેશ પટેલઓર્ગેનીક ફાર્મિગ કરી ઉત્તમ પ્રકારનું આદુ, સુરણ, હળદર, બટાટા અને રતાળુ પેદા કરી મુલ્યવર્ધન કરી, ગ્રેડીંગ, પેકીગ, કરી માર્કેટિંગ કરી ખુબ જ મોટા પ્રમાણમાં આવકો મેળવી ચરોતરના ખેડૂત સમુદાયને પ્રેરણારૂપ બની રહ્યા છે.
માત્ર એટલું જ નહીં પરંતુ તેમની આ કામગીરી માટે તેઓ અનેક લોકોને રોજગારી આપી છે, સાથો સાથ સ્વાર્થ રાખ્યા વિના તેઓ લોકોને ઓર્ગનીક ખેતી નું માર્ગદર્શન પૂરું પાડે છે, તેમજ તે જેઓ કાર્ય કરે છે, એ કંઈ રીતે કરવો જોઈએ એ પણ શીખવે છે. IT એન્જિનિયર તરીકે તેઓ નોકરી કરી અને લાખોનો પગાર મેળવી શક્યા હોત, પરંતુ તેમણે ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યું અને આજે વિદેશીઓ આજે તેમની કંપની સત્ત્વ ઓર્ગેનિકમાં રોકાણ કરવા પણ તૈયાર છે.
દેવેશનો પરિવાર 1992થી ઓર્ગેનિક ખેતી કરે છે.તેમજ બોરિયાવીની હળદર દેશભરમાં પ્રખ્યાત છે. આ વાતને ધ્યાનમાં રાખી અમે 2010માં વેલ્યુ એડિશન કરવાનું શરૂ કર્યું. સત્ત્વ બ્રાંડ હેઠળ આજે હળદર, આદુ, અશ્વગંધા, લીમડો, મધ, જેઠીમધ, શાકભાજી, અનાજ સહિતની વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરે છે, તેમજ વિદેશોમાં પણ આયત નિકાસ કરે છે. આ સાથો સાથ બટેટા તેમજ શક્કરિયા નું ઉત્પાદન કરે છે અને તેમનાથી બટેટા ની ચિપ્સ બનાવી ને વેચે છે.તેમજ કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી હળદરની કેપ્સ્યૂલ લોન્ચ કરી હતી. તેમજ તેમની દરેક પ્રોડક્ટ્સ FSSAI થી પ્રમાણિત છે.
તેમજ તેમના દરેક પ્રોડક્ટસ સંપૂર્ણ ઓર્ગેનિક છે અને એને યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. દેવેશ પટેલ આ કાર્યમાં ગામના અનેક લોકોને જોડાયા જેના દ્વારા તેમને પણ કમાણીનું સાધન મળ્યું છે. આ કાર્યમાં દેવેશ એકલો ન પોહચી શકે એટલે તેમના પરિવાર મદદ કરે છે, જેમા દેવેશની પત્ની પેકિંગ અને માર્કેટીંગનું સંભાળે છે.ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શિક્ષણના કારણે ઓનલાઈન માર્કેટિંગ સમજવામાં ઘણી સરળતા રહી અને એને કારણે આજે હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઓનલાઈન સારી રીતે માર્કેટિંગ કરી શકું છુ. કોમ્યુનિકેશન સ્કિલ અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સાથે ડીલ કરવાનું સરળ થઈ ગયું. દેવેશ પોતાની આવડત થી આ કામને વધુ વિકાસવ્યું અને આજે તેનું પરીણામ સૌ કોઈની સામે છે.