તળાજા વિવાદિત મામલા અંગે દેવાયત ખવડે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો, સોશિયલ મીડિયામાં થયો વિડીયો થયો વાયરલ
હાલમાં સોશિયલ મીડિયા આહીર અને ચારણ સમાજના કલાકારો ઓ એ પણ વિવાદિત ભાષણ વિશે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આહીર સમાજમાં અનેક કલાકારોએ તો ચારણ સમાજને પ્રાથૅના પણ કરી છે, ત્યારે હાલમાં જ દેવાયત ખવડનો પણ વિડિયો સામે આવ્યો છે. ચાલો અમે આપને આ બ્લોગમાં માધ્યમથી જણાવીએ કે દેવાયત ખવડ આ વિવાદિત મામલા વિશે શું બોલ્યા. તમને જણાવીએ દઈએ કે, આ વિવાદિત મામલો આહીર સમાજનો નહીં એક વ્યક્તિનો છે કારણ કે ચારણ સમજે પણ કહ્યું છે કે આહીર સમાજ અને ચારણ સમાજને તો આદિ આવડથી મમાં ભાણેજના સંબંધો છે.
દેવાયત ખવડે આ વિવાદિત મામલા અંગે કહ્યું કે, હું વાત વ્યક્તિગત કહું છું, કોઈ સમાજની નહીં. આહીર અને ચારણ સમાજને તો વરસોથી મામાં ભાણેજના સંબંધો છે, કાઢી સમાજને પણ ચારણ સમાજ સાથે મામા ભાણેજના સંબંધ છે. સોનબાઇ ને માનવાવાળો માત્ર ચારણ સમાજ નહી પણ અઢારે વરણ છે. જેને શ્રદ્ધા અને ભાવ છે તમામની લાગણી દુભાણી છે અને બધાની અંતરાત્મામાં રોષ છે. એટલું જરૂરથી કહીશ કે ન બોલવાના જે શબ્દો બોલ્યા છે, તેના માટે જે કાયદાકિય કે સમાજના આગેવાનો દ્વારા જેં નિર્ણય લઈ તેમની સાથે છીએ અમે. આવું ક્યારેય ન બોલવું જોઈએ કારણ કે ચારણ જગદંબા તો અઢારે વરણની કુળદેવી છે.
હાલમાં આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અત્યાર સુધીમાં આહીર સમાજમાંથી માયાભાઈ આહિરે પણ ચારણ સમાજને પ્રાથૅના કરી તેમજ રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી અને હકાભા ગઢવી એ પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કાયદાકીય રીતે ન્યાયની માંગણી કરી છે. આ બનાવ ખરેખર ચારણ સમાજ માટે ખૂબ જ દુઃખ અને લાગણી દુભાવનારો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.