ખુશ ખબર ખુશ ખબર ! ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ ને મંજુરી મળી ગઈ, જાણો હવે ક્યારે..
હાલમાં તમામ ધોલેરાવાસીઓ માટે ખુશ ખબર છે કારણ કે, હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ધોલેરાને અમૂલ્ય ભેટ આપવામાં આવી છે. ખરેખર આ ભેટ 17 વર્ષ પછી ધોલેરાવાસીઓને મળી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી આપી છે.સૌથી ખાસ વાત એ છે કે, એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારની હશે. CCEAએ આજે ગુજરાતમાં ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
એરપોર્ટ, જે હાઇવે, ઝડપી પરિવહન વ્યવસ્થા અને રેલવે દ્વારા જોડાયેલું હશે, તેની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની રહેશે. આ પ્રોજેકટ વિશે વિગતવાર માહિતી જાણીએ તો, આ એરપોર્ટ પર વર્ષ 2007 થી જ એરપોર્ટ બનવાનું હતું પણ કોઈકારણસર આ પ્લાન બંધ રહ્યો ત્યારે હવે આખરે મજૂરી મળી.ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની જાહેરાત 2007માં કરવામાં આવી હતી.
એક રૂપિયા ટોકનથી 30 વર્ષના ભાડાપટ્ટે 1500 હેકટર સરકારી જમીન ફાળવી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડને કુલ 1426.46 હેક્ટર અને 75.05 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ બન્ને જમીન સરકારી છે. ગુજરાત સરકાર દ્વ્રારા રૂ. 1ના ટોકનથી 30 વર્ષના ભાડાપટ્ટેથી આ જમીન ફાળવાઇ છે. જેને વધુ 30 વર્ષ માટે લંબાવી શકાય છે. એરપોર્ટ પ્રોજેક્ટ માટે કુલ અંદાજિત ખર્ચ 1305 કરોડ રૂપિયા છે.
2012માં રાજ્ય સરકાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલોપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેન્સન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિ.ની સ્થાપના પણ કરાઇ હતી. જો કે, કંપનીની સ્થાપનાના 10 વર્ષ બાદ પણ ધોલેરા એરપોર્ટની કામગીરીની 1 ટકા જેટલી શરૂઆત થઇ નથી.
2012ની 20મી જાન્યુ.એ કંપનીની સ્થાપના કરાઇ હતી. હાલમાં 1426 હેક્ટર અને 75 હેક્ટર એમ બે જમીન ગુજરાત સરકારે કંપનીને ફાળવી છે. અંદાજે 1305 કરોડના આ પ્રોજેક્ટમાં હાલની સ્થિતિએ કોઇપણ પ્રકારની કામગીરી શરૂ થઇ નથી. જો કે હવે CCEA દ્વારા મંજૂરી મળી જતાં હવે કામ ગતિમાં આવશે અને આગામી દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ધોલેરાના નવાગામ ગામ ખાતે એરપોર્ટ બનશે. આ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.