ધોરાજી ની ગર્ભવતી મહીલા બ્રેઈન ડેડ થતા પરીવારે એવો નિર્ણય લીધો કે જાણી આંખ મા આસું આવી જશે….જાણો પુરી ઘટના
અંગદાન એજ મહાદાન. હાલમાં જ જૂનાગઢ શહેરમાં પ્રથમવાર ફેફસા સહિત કીડની, બે આંખ, લીવરનું દાન કરવામાં આવ્યું. આ બનાવ પાછળ એક ખુબ જ દુઃખદ ઘટના બની હતી. આ સંપૂર્ણ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે આખરે ક્યાં કારણોસર ક્રિષ્નાબહેનનું બ્રેઈન ડેથ થયું. ખરેખર આ ઘટના ખુબ જ હ્નદય સ્પર્શી છે. ખરેખર આ ઘટના વાંચીને તમારી આંખમાં આંસુ આવી જશે.
ધોરાજીના રહેવાસી ક્રિષ્નાબેન જયદીપભાઈ હિરપરાને પ્રેગ્નન્સીના પૂરા મહિને જ ઘરે તાણ આંચકી આવતા જ હૃદય બંધ પડી ગયું હતું જેથી તાત્કાલિક જ CPR દ્વારા માતાનું હૃદય ચાલુ થઈ જતા સિઝરીયન કરવામાં આવ્યું હતું પરંતુ બાળકનો જીવ બચાવી શકાયો નહીં. ત્યારબાદ ક્રિષ્નાબેનને રીબર્થ આઈ.સી.યુમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યાં પરંતુ 3 દિવસની સારવાર બાદ ક્રિષ્નાબેન બ્રેઈન ડેથ થવાથી.
ક્રિષ્નાબેનના અંગો થકી અન્ય લોકોને નવું જીવન આપવા માટે પરિવારજનોએ અંગદાનનો સરહાનીય નિર્ણય લઇ માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે ખુબ જ બિરદાવા લાયક છે કારણ કે, બે જીવ ગુમાવ્યાનું દુઃખ હોવા છતાં તેમણે અન્ય લોકોને નવું જીવન મળી શકે તે માટે અંગદાનની સહમતી આપી. જેથી આજ રોજ રીબર્થ આઈ.સી.યુ અને હોસ્પિટલમાં ડો.આકાશ પટોળીયાના માર્ગદર્શન હેઠળ “ઓર્ગન ડોનેશન” કરવામાં આવ્યું,
રીબર્થ હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ સુધી હાઈ-વે મારફતે ગ્રીન કોરિડોર દ્વારા 45 મિનિટનું અંતર કાપ્યું અને ત્યારબાદ રાજકોટ એરપોર્ટથી દિલ્હી એરપોર્ટ સુધી એર એમ્બ્યુલસ દ્વારા દિલ્હી એરપોર્ટથી હોસ્પિટલ સુધી હાઈ-વે મારફત દ્વારા મેદાન્ત હોસ્પિટલમાં ફેફસાનું દાન કરવામાં આવ્યું. કિડની અને લીવર અમદાવાદની આઈ.કેડીમાં દાન આપવામાં આવ્યું અને આંખનું દાન ધોરાજી કરવામાં આવ્યું. સૌથી ખાસ વાત એ કે ક્રિષ્નાબેનના હદ્દયનું દાન શક્ય ન થયું. ક્રિષ્ના બહેનના અંગદાન દ્વારાપાંચ લોકોને નવું જીવન મળ્યું. ખરેખર હિરપરા પરિવારે બે જીવ ગુમાવ્યા છતાં એ દુઃખને સ્વીકારીને અન્ય લોકોને જીવનદાન આપ્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.