કડીમાં યોજાયો કિર્તીદાન ગઢવીનો ભવ્ય ડાયરો, એવી જમાવટ બોલાવી કે લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો… જુઓ
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી લોક ડાયરામાં સમ્રાટ તરીકે ઓળખાય છે. ગુજરાત તેમજ દેશ વિદેશમાં લોક ડાયરાનું આયોજન થાય, ત્યારે કિર્તીદાન ગઢવીની હાજરી અચૂકપણે જોવા મળે છે. ખરેખર કિર્તીદાન ગઢવીના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે, કિર્તીદાન ગઢવી મધુર સ્વરના કારણે તેમની લોકપ્રિયતા બહુ છે.
હાલમાં જ કડી ખાતે શ્રી ગોગા મહારાજના સાનિધ્ય કાસવામાં યોજાયેલ ભવ્ય લોક ડાયરામાંકિર્તીદાન ગઢવીએ જમાવટ બોલાવી દીધી હતી. આ લોક ડાયરાના વિડીયો તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે તેમજ ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યા છે. આપણે જાણીએ છે કે કિર્તીદાન ગઢવીના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ અચૂકપણે થાય છે, કડી ખાતે યોજાયેલ ડાયરામાં તો કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, કસવા ધામના મહંત શ્રીએ સ્ટેજ પર જઈને કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો અભિષેક કર્યો. તમે વિડીયોમાં જોઈ શકશો કે, રૂપિયાથી ભરેલ ટાંકી ઊંચકીને કિર્તીદાન ગઢવી પર ઠલવી! આ દ્રશ્યો જોઈને એવું લાગે કે જાણે કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો અભિષેક થઇ રહ્યો હોય. ખરેખર કલાકાર તરીકે આટલું મોટું સન્માન મેળવવું એક કલાકાર માટે ગર્વની અને ખુશીની વાત છે.
કિર્તીદાન ગઢવીની લોકપ્રિયતા એટલી છે કે, આજે દેશ વિદેશમાં તેમની બોલબાલા છે. આ જ કારણે ચારો તરફ તેમની બોલબાલા છે. ખરેખર વિડીયો જોઈને તમેં પણ વખાણ કરશો કે,કિર્તીદાન ગઢવી નો અવાજ ખુબ જ સુરીલો છે અને જ્યારે કિર્તીદાન ગઢવીના મુખેથી ભજન અને લોક ગીતો ગવાતા હોય, ત્યારૅ સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.