અમેરીકા ના પ્રવાસે ગયેલા ડાયરા કીંગ માયાભાઈ આહીર ! વિડીઓ પોસ્ટ કરી મોરારી બાપુ ને પોતાની હ્દય ની વાત કહેતા એવુ કીધુ કે….જુઓ વિડીઓ
હાલમાં ગુજરાતના લોકપ્રિય સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર અમેરિકામાં છે પરંતુ છતાં પણ તેમણે મોરારી બાપુના અનોખા કાર્યના ખૂબ ખૂબ વખાણ કર્યા તેમજ પોતાની લાગણી બાપુને કહી તેમજ તેમના ચરણોમાં કોટી વંદન કર્યા. આ વીડિયો જોઈને તમારું પણ હ્દય સ્પર્શી જશે. આપણે જાણીએ છે કે માયાભાઈ આહીર પણ મહુવાના જ રહેવાસી છે અને મોરારી બાપુ પણ મહુવામાં ચિત્રકૂટમાં રહે છે.
આપણે જાણીએ છે કે, હાલમાં જ પરમ પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં ખાતે પૂર્ણ થઈ અને આ અવસરે તમામ મહુવાવાસીએ બાપુનું ભાવભર્યું સ્વાગત કર્યું અને તેમના ચરણોમાં કોટી કોટી વંદન કર્યા.
તમને જાણીને આશ્ચય થશે કે પરમ પૂજ્ય મોરારી બાપુ એ પોતાની 900 મી કથાને માનસ 900 નામ આપેલ અને આ કથાને તેમણે અનોખી રીતે કરી જે સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી. આ કથામાં માયાભાઈ હાજર ન રહી શક્યા તેનું દુઃખદ માયાભાઈ આહિરે વ્યક્ત કર્યું તેમજ બાપુના આ કાર્યમાં પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો અને આ લાગણીને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય એટલે જે પણ માયાભાઈ આહિરે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે, તે તમે આ બ્લોગ સાથે આપેલ વીડિયોમાં જોઈ શકશો.
માયાભાઈ મોરારી બાપુને શું કહ્યું તે અંગે સંક્ષિપ્તમાં જાણીએ તો માયાભાઈ આહિરે કહ્યું કે, પરમ પૂજ્ય મોરારી જે 12 જ્યોતિલિંગની કથા યાત્રા કરી છે, 900 મી અમે ક્યારેય વિચાર્યું નોહતું કે બાપુ કથા કરી પણ 900 મી કેમ ન કરી પરંતુ બાપુએ 12 જ્યોતિલિંગણીના સાનિધ્યમાં 900મી કથા કરીને વિશ્વને બતાવ્યું કે સનાતન ધર્મની જ્યોત કેવી હોય? બાપુના ચરણોમાં કોટી કોટી વંદન અને અમે સદાય બાપુ તમારા ચરણોમાં જ રહેવા માંગીએ છે. ખરેખર માયાભાઈ એ જે ભાવ પ્રગટ કર્યો તે ખૂબ જ હદય સ્પર્શી છે.
તમને જણાવીએ દઈએ કે પરમ પૂજ્ય મોરારી બાપુએ. કેદારનાથના પવિત્ર પર્વતોથી શરૂ કરીને સોમનાથના દરીયા કિનારા સુધી 12,000 કી.મી લાંબી યાત્રા 18 દિવસમાં પૂર્ણ કરી અને આખરે મહુવાના વાસીઓએ બાપુનું ભાવભર્યું સ્વાગત કરેલ. પૂજ્ય બાપુએ સનાતન ઘર્મના શૈવ અને વૈષ્ણવ સહિતના વિવિધ સમૂહો અને સમુદાયો વચ્ચે સંવાદિતા અને સહ-અસ્તિત્વના બીજ રોપવા માટે 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાના ઉપદેશો ફેલાવવાની આ પહેલ હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.