જેતપુરમાં ચમત્કાર થયો કે શું? અધિક માસમાં બાળ ગોપાલે દૂધ ગ્રહણ કર્યું તો લોકો ભારે ભીડમાં ઉમટી પડ્યા… જુઓ વિડીયો
હાલમાં અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે સૌ કોઈ લોકો ભગવાનની ભક્તિમાં લીન બન્યા છે. અનેક જગ્યાએ કથાનું રસપાન થઇ રહ્યું છે તેમજ ગલીએ ગલીએ મહિલાઓ દ્વારા ગોરમાનું પૂજન થઈ રહ્યું છે. ખરેખર પાવનકારી પુરષોત્તમ મહિનો (Purshotam Mass) લોકો માટે ભગવાન ભજવાનો સમય છે. આ સમયમાં તમે જો ભગવાનનું નામ જપી લો તો તમારો ભવ સુધરી જાય.
એક તરફ અધિક માસમો અવસર છે તો બીજી તરફ આશ્ચર્યજનક ઘટનાઓ બની રહી છે. આપણે જાણીએ છે કે, હાલમાં જ થોડા સમય પહેલા શિવાલયમાં (Shivalay) નંદી પાણી અને દૂધ ગ્રહણ કરે છે, તેવી ઘટનાઓ બની હતી, ત્યારે હવે ફરી એકવાર નવું કુતૂહલ સર્જાયું છે. નંદી મહારાજ બાદ હવે બાળ ગોપાલ દૂધ પી રહ્યા છે.
આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં (social media) ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના ક્યાં શહેરની છે?આ અનોખી ઘટના રાજકોટના જેતપુર શહેરની છે. હાલમાં શ્રાવણ અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે બાળ કૃષ્ણ દુધ પીતા જોવા મળ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે શ્રી કૃષ્ણ ભક્તિનો ( God shree krishna) મહિનો અધિક માસ ગણાય છે. ત્યારે બાળ ગોપાલ દ્વારા દુધ પીતા હોવાની વાતથી કુતુહલ સર્જાયું હતું
રાજકોટના જેતપુરની ( Rajkot jetpur city ) એસ કુમાર સોસાયટીનો વિડીયો સામે આવ્યો છે. સોશિલય મિડીયામાં વાયરલ વિડીયો થયો હતો. ધાતુના બાળ ગોપાલ પ્રતિમા દૂધ ગ્રહણ કરી રહ્યા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને શ્રધ્ધાળુઓમાં પણ કુતૂહલ સર્જાયું છે.આ વાયરલ થયેલ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.