India

શ્રી રામ લલાની મૂર્તિ બનતી હતી ત્યારે શું ખરેખર હનુમાનજી આવતા???? અરુણ યોગીરાજ જણાવ્યું કે, રોજ સાંજે એક કપિરાજ આવતા….જાણો વિગતે

જગતના તમામ માનવીની આંખો તૃપ્ત થઈ જ્યારે સ્વયં શ્રી રામજી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયા. ખરેખર પાંચ વર્ષના બાળ સ્વરૂપે બિરાજમાન બાળક રામની મૂર્તિ નો ભાવ જોઇને એવું જ લાગે કે સ્વયં સાક્ષાત પ્રભુ શ્રી રામને આપણે નિહાળી રહ્યા છે. ૫૦૦ વર્ષથી માત્ર એક જ સંકલ્પ જતો કે મંદિર વહી બનેગા અને આખરે મંદિર એ જ જગ્યા એ બન્યું છે, જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. ગર્ભ ગૃહમાં રામજીની પ્રતિમા ત્રણ શિલ્પ કારોએ બનાવી જેમાંથી કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમા શ્રી રામ લલા તરીકે પસંદગી પામી. આ પ્રતિમા ખરેખર દિવ્ય બની છે. જેને નિહાળતા સૌ ભક્તો ભાવવિભોર બની જાય છે અને તેમનું મનોહર મુખડું બસ નિહાળતા રહે છે.

હાલમાં શ્રી રામ મંદિર  સૌ રામ ભક્તો માટે મંદિર પણ ખોલી દેવામાં આવ્યું છે. સોમવારે આયોજિત અભિષેક સમારોહમાં પીએમ મોદી પોતે હાજર રહ્યા હતા અને પ્રાર્થના કરી હતી. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની મૂર્તિ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. નવી મૂર્તિની આગળ જૂના રામલલાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે, જેથી રામ ભક્તો બંનેના એકસાથે દર્શન કરી શકે. નવી રામલલા મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ કર્ણાટકના છે અને પાંચમી પેઢીના શિલ્પકાર છે.

શ્રી રામજી ની મૂર્તિ બનાવતી વખતે એક સુંદર ઘટના બની,  આ ખૂબ જ સુંદર વાત સૌ સમક્ષ શેર કરી છે, જે આપણા સૌ માટે એક દિવ્ય અને અલૌકિક છે. ખરેખર આ જગતમાં શ્રી રામ અને હનુમાનજી અતૂટ ભક્તિ અપ્રતિમ છે. અરુણ યોગીરાજ કહ્યું કે, જ્યારે મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હતા ત્યારે એક વાંદરો દરરોજ સાંજે 5 વાગ્યે આવતો હતો. સમય જતાં ઠંડીને કારણે અમે વર્કશોપને તાડપત્રીથી ઢાંકી દીધી અને વાંદરો બહાર આવ્યો અને જોરથી પછાડવા લાગ્યો. આ વાંદરો દરરોજ સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે આવતો હતો. મેં ચંપત રાયજીને પણ આ વાત કહી હતી. કદાચ તે પણ તેને જોવા માંગતા હશે. કોતરણી દરમિયાન તે સમય વાર્તાઓ અને ચમત્કાર સાથે પસાર થયો. ખરેખર જ્યાં આસ્થા હોય ત્યાં ભગવાન હાજરા હજૂર છે.

અરુણ યોગીરાજ પોતાને ‘સૌથી ભાગ્યશાળી વ્યક્તિ’ માને છે. અરુણ કહે છે કે તે ‘સ્વપ્ન જીવવા’ જેવું લાગે છે.તેણે અનેક શિલ્પો બનાવ્યા છે. પરંતુ આખી દુનિયા તેમના દ્વારા બનાવેલી પ્રતિમાની આટલી આતુરતાથી રાહ જોઈ રહી હતી. અરુણ યોગીરાજે 5 વર્ષના રામના રૂપમાં મૂર્તિ કોતરેલી છે, જેની ઊંચાઈ 51 ઈંચ છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે ભગવાન એક કલાકાર ભક્તના હૃદયમાં ઉતરે છે અને તેના મન સુધી પહોંચે છે. પછી તે પથ્થરમાં સમાઈ જાય છે અને મૂર્તિ ભગવાનનો આકાર ધારણ કરે છે. અરુણ યોગીરાજ કહ્યું કે, મંદિરમાં મૂર્તિ સ્થાપિત થયા પછી તેનો હાવભાવ બદલાય ગ્યો મને લાગ્યું જ નહી કે આ મારું કામ છે. ખરેખર આ વાત સાચી છે, જ્યારે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, ત્યારે પથ્થર ની મૂર્તિ મટીને તે સ્વયં ઈશ્વરનો વાસ થઈ જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!