શુ ઇતિહાસ નું પુનરાવર્તન થયુ ?? વર્ષ 1993 મા પણ વડોદરા મા હોડી ડુબવાથી 22 લોકો ના મોત થયા હતા.. જાણો શુ ઘટના બની હતી ?
વડોદરામાં કાલનો દિવસ કાળો સાબિત થયો છે, હરણી ખાતે મોટનાથ તળાવમાં પ્રવાસ અર્થે આવેલ બાળકોની બુટ ડૂબી જતાં આ દુઃખદ ઘટનામાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં છે. ખરેખર આ ઘટના અતિશય દુઃખદ છે. બોટની કેપિસિટી માત્ર ૧૪ લોકોની હોવા છતાં પણ વધુ બાળકોને બેસાડવામાં આવેલા જેથી કરીને બોટ પલટી મારી ગઇ અને ચોંકાવનારી વાત એ છે કે, બોટમાં બેઠેલા ૧૦ જ બાળકોને લાઇફ જેકેટ પહરાવવામાં આવ્યું હતું. બેદરકારીના કારણે આ દુઃખદ ઘટના ઘટી છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઘટના એ શું ખરેખર ઇતિહાસનું પુનરાવર્તન છે કારણ કે, આજથી ૩૧ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૧૯૯૩માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની સેવા શરૂ થઈ હતી.
એ સમયમાં પણ 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 22 વ્યક્તિઓ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટનામાં પરિવાર ને ન્યાય મળે તે માટે જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે લડત લડી
આખરે સત્યની જીત થઈ અને સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે લડત ચલાવનાર પી.વી.મુરજાણીની 17 વર્ષની જે બાદ મ્યુ.કોર્પોરેશનને વળતર પેટેની રક્મ ચૂકવી હતી. હાલમાં જે દુઃખદ ઘટના બની છે, તે બનાવમાં પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ રાહત આપવામાં આવી છે.
સોર્સ – ZeeNews
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.