Viral video

મોતને માત દઈને આવેલા લખનો જીવ આ વ્યક્તિ એ બચાવ્યો?? લખન ના પિતા એ કીધુ કે વ્યક્તિ ભગવાન કરતા…. જુઓ વિડીઓ

ગુજરાતમાં માત્ર ને માત્ર લખનની હિંમતની ચર્ચાઓ થઈ રહી છે. વિચાર કરો કે લખન માટે એ 36 કલાક કેવા હશે? એક એક સેકેન્ડ તેના માટે મોતના મુખમાં જવા જેવી હતી છતાં આ બાળક ડરેલો હોવા છતાં પણ ભગવાન પ્રત્યેનો ભરોસો તેનો અડગ રહ્યો અને આ જ કારણે સ્વયં ગણપતિ બાપા એ પણ તેની રક્ષા કરી.

આ જગતમાં યાદ રાખજો કે ભગવાન કોઈપણ સ્વરૂપે તમારી મદદ કરવા માટે તૈયાર જ હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર લખનના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે લખને પોતાનો અનુભવ સૌને જણાવ્યો અને સૌ કોઈને વાત કહી કે તેનો જીવ કઇ રીતે બચ્યો.

પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આપણે સૌ કોઈ જાણીએ છે કે,.
સુરતના દરિયામાં લખન પોતાના ભાઈને બચાવવા ગયો હતો પણ પોતાના ભાઈને તો બચાવી લીધો પરંતુ તે દરિયામાં તણાઈ ગયો અને આખરે દરિયામાં તેને ગણપતિ બાપાની મૂર્તિનું લાલ રંગનું પાટિયું મળ્યું આ પાટિયા ના સહારે તે દરિયા વચ્ચે 36 કલાક રહ્યો.

દરિયામાં ‘નવદુર્ગા’ નામની નાવ જોઈ લખને બુમો પાડતા માછીમારો લખન પાસે પહોંચ્યા હતા અને લખનને બચાવી લીધો હતો. લખનનો જીવ બચાવનાર વ્યક્તિનું નામ રામ હતું. એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે કહે કે લખનને બચાવનાર એ વ્યક્તિ દાદા થી પણ મોટો છે, જે લખનનો જીવ બચાવી લાવ્યો.

જયારે લખન દરિયામાં તણાઈ ગયાની જાણ પરિવારને થતા પરિવારે શોધખોળ ચલાવી હતી અને પરિવારે તો ઘરમાં માતમ પણ મનાવી લીધો હતો કારણ કે દરિયામાંથી પાછા જીવતા આવવું એ અશક્ય છે. જ્યારે પોતાનો દીકરો દરિયામાંથી પરત મળ્યો ત્યારે પિતાની આંખોમાંથી અખૂટ દરિયા કરતા પણ વધારે પિતાની આંખોમાં હરખના આંસુઓ છલકાતા હતા.


લખનના પિતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમેં જોઈ શકો છો કે તે કહે છે કે અમે તો મરેલો જ લેવા આવ્યા હતા સાહેબ, અમને જો એની બોડી મળે તો અમે અમારા સમાજ પ્રમાણે એના માટે કંઈક કરી શકીએ.અમારા માતાજી, અમારા એવા કરમ હશે કે એના ક્યાં પુણ્ય હશે કે તે પાછો જીવતો આવ્યો મોતના મુખમાંથી. જીવનમાં યાદ રાખજો કે ભગવાન દરેક સ્વરૂપે તમારી પડખે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!