માત્ર 6 મહિનામાં ડાયટ વગર 30 કીલો વજન ઘટાડ્યું આ કપલે ! પછી ‘2500’ લોકોને પણ બનાવ્યા ‘ફેટમાંથી ફિટ’
આજે દરેક લોકો પોતાનો વજન ઓછો કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા દંપતી વિશે વાત કરીશું કે, તમેં પણ જાણીને ચોંકી જશો. તમને જાણીને નવાઈ લાગશે કે,માત્ર 6 મહિનામાં ડાયટ વગર 30 કીલો વજન ઘટાડ્યું આ કપલે ! પછી ‘2500’ લોકોને પણ બનાવ્યા ‘ફેટમાંથી ફિટ’ બનાવ્યા છે. આ ઘટના વિશે અમે સંપૂર્ણ માહિતી જણાવીએ કે માત્ર ડાયટ વગર પણ પોતાનું વજન કંઈ રીતે કર્યું. ખરેખર આ ઘટના ખૂબ આશ્ચર્યજનક છે પણ હકીકત તમે જાણશો ત્યારે તમને સમજાશે.
સૂત્ર દ્વારા મુજબ જાણવા મળ્યું છે કે, આ દંપતી એ કોઈપણ જાતના ફેન્સી ડાયટ વગર આદિત્ય અને ગાયત્રી શર્માએ કર્યું ગજબનું બૉડી ટ્રાન્સફોર્મેશન. આજે તેમની મહેનત અને ફિટનેસના કારણે તેઓ સ્વસ્થ તો બન્યાં જ છે, સાથે-સાથે ફેમસ પણ બની ગયાં. આ દંપતી એ No Pain , No Gain.” મારો વિશ્વાસ કરો, જ્યાં સુધી તમે તમારી નવી દિનચર્યા અપનાવશો નહીં ત્યાં સુધી તમને થોડા દિવસો માટે જ તકલીફ પડશે.
રાજસ્થાનના સિરોહીમાં ફિટનેસ સેન્ટર ચલાવતી ગાયત્રી શર્મા (36) કહે છે, “ફિટ રહેવું એટલે યોગ્ય રૂટિનનું પાલન કર્યું, જેના પછી તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે. બાકીના નિત્યક્રમ સાથે કરો છો. તે જ મસરત અને આહારને યોગ્ય અને નિયમિત રાખો, તમે જાતે જ ફિટ રહેશો.”વર્ષ 2015 સુધીમાં ગાયત્રી અને તેના પતિ આદિત્ય શર્મા પણ વધતા વજનથી પરેશાન હતા. પરંતુ દંપતીએ તેમની મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરવાને બદલે તેને દૂર કરવાનું વિચાર્યું. જોકે, શરૂઆતમાં તેમના માટે આસાન નહોતું. શીક્ષણ વિભાગમાં સરકારી નોકરી કરતા આદિત્ય (43) પોતાના માટે સમય ન કાઢી શક્યા.
વર્ષ 2015 માં તેમનું વજન 72 કિલોની આસપાસ હતું. તેમના કપડાં પણ તેમને ફિટ ન હતા. આ તેમના જીવનનો વળાંક હતો, જ્યારે તેમણે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જવાબદાર બનવાનું નક્કી કર્યું. તેમણે પહેલા નિયમિત કસરત કરવાનું શરૂ કર્યું અને યોગ્ય ખોરાક વિશે જાણવા માટે પોષણનો કોર્સ પણ કર્યો. તેમણે માત્ર ત્રણ મહિનામાં તેમના શરીરમાં ઘણા ફેરફારો જોયા. જો કે, તેમણે કોઈ ફેન્સી ડાયટ વગેરે કર્યું ન હતું. તેઓ માત્ર યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખોરાક લેતા હતા.
પ્રોટીન માટે પનીર, સોયાચંક્સ, પાલક, ઓટ્સ, દહીં વગેરેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે ખોરાક પ્રોટીનથી ભરપૂર અને સ્વાદિષ્ટ બનાવવા માટે ભાત, શાકભાજી, ચાટ વગેરેમાં સોયા અને પનીરનો ઉપયોગ કર્યો.વર્ષ 2015 માં ગાયત્રીનું વજન આશરે 64 કિલો હતું. માત્ર છ મહિનામાં આદિત્યએ 20 કિલો અને ગાયત્રીએ 10 કિલો વજન ઘટાળ્યું આ ઉપરાંત, તેમના શરીરની ચરબીમાં પણ 8 થી 10 ટકાનો ઘટાડો થયો છે. તેમના પરિવારમાં દરેક વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે, જ્યારે તેમને બંને હજી સુધી આવી કોઈ બીમારી નથી.”
અત્યાર સુધી આ દંપતીએ ઓનલાઇન અને ઓફલાઇન તાલીમ આપીને 2500 લોકોને ફિટ કર્યા છે. વર્ષ 2018 માં, તેના શરીર પરિવર્તનની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. આ સિવાય ગાયત્રી અને આદિત્યને ઘણા એવોર્ડ મળ્યા પણ છે.ખરેખર આ દંપતી એ જે માત્ર પોષણયુક્ત આહાર ને બદલે પોતાની રોજિંદા ક્રિયામાં ફેરફાર કરી ને આટલી બોડી ટ્રાન્સફર કર્યું કે આજે તેમના થકી અનેક લોકો પોતાનો વજન ઉતારી રહ્યા છે.
Source – the better india