દિકરીના સફેદ વાળના મામલે જેઠાલાલ ચુપ્પી તોડી કહી દીધી આ વાત….
દરેક સ્ત્રી ત્યારે સૌથી વધારે જ્યારે તે લગ્નના મંડપમાં નવવધૂ બનીને આવે છે અને એનાથી વધુ તેનો શ્રુંગાર ત્યારે સંપૂર્ણ થાય ત્યારે તેની માંગમાં સેથાનો સિંદૂર પુરવામાં આવે છે.હાલમાં જ બોલિવુડ ની અભિનેત્રી કેટરીના કૈફ ની તસ્વીરો ખૂબ જ વાયરલ થયેલ અને તે પણ દુહલન નાં અવતારમાં ખૂબ જ સુંદર લાગતી હતી. આ બાદ જેઠાલાલની દીકરી ની લગ્નની તસ્વીરો વાયરલ થઈ અને તે પણ ગુજરાતી પરંપરાગત પાનેતર પહેર્યું હતું. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી પણ છતાંય સોશિયલ મીડિયામાં તેના સફેદ વાળ ચર્ચાનો વિષય બન્યો હતો.
હાલમાં જ જાણવા મળ્યું છે કે,દિકરીના સફેદ વાળના મામલે જેઠાલાલ ચુપ્પી તોડી કહી દીધી એવી વાત કે તમને જાણીને આશ્ચર્ય થશે.! આપણે જાણીએ છે કે, દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં લગ્ન હતા. ત્યારબાદ 11 ડિસેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવ્યું હતું. દિલીપ જોષીની દીકરી નિયતિના વાળ સફેદ છે અને તેણે લગ્ન તથા રિસેપ્શનમાં વાળને કલર કર્યા વગર એવાને એવા જ રાખ્યા હતા અને સૌ કોઈને વિચાર આવે કે, લગ્નમાં તેને કાળા કેમ ન કરાવ્યા અને એ ઇચ્છત તો વાળ છુપાવી શકે એમ હતી પણ એને એવું ન કર્યુ.
‘દિલીપ જોષીએ કહ્યું હતું, ‘તેણે લગ્નમાં વાળ સફેદ જ રાખ્યા તે વાત અમારા માટે કોઈ મહત્ત્વની જ નહોતી. અમે એ વાતની કલ્પના પણ નહોતી કરી કે લોકો આ રીતે પ્રતિક્રિયા આપશે. અમારા ઘરમાં આ મુદ્દે ક્યારેય ચર્ચા કે વાત થતી જ નથી. જે જેવું છે, તે તેવું જ ઠીક છે. દરેકે આટલી હકારાત્મકતાથી રિએક્શન આપ્યું અને તે જાણીને મને ઘણો જ આનંદ થયો કે કેવી રીતે નિયતિએ બીજાને પ્રેરણા આપી. મને લાગે છે કે આપણે જેવા છીએ એવા જ રહેવા જોઈએ, બનાવટ કરવી જોઈએ નહીં.’
આપણે સૌ કોઈએ જાણીએ છે કે જેઠાલાલ આટલા લોકપ્રિય હોવા છતાં સોશિયલ મીડિયા થી દુર રહેતા હતા એવી રિતે તેમની દીકરો અને.દીકરી પણ લાઇમ-લાઇટથી દૂર રહે છે. રૂઆતમાં જ્યારે લોકો તેના વિશે વાત કરતા હતા ત્યારે તે આશ્ચર્યમાં પડી ગઈ હતી, કારણ કે તેને લો પ્રોફાઇલ રહેવું પસંદ છે. જોકે, સો.મીડિયા પર આપણો કોઈ કંટ્રોલ નથી. આ પોઝિટિવ બાબત હતી અને અમને આની સામે કોઈ વાંધો નહોતો. જો કોઈ બાબત અન્યને પ્રેરિત કરતી હોય તો તે સારી વાત છે.ખરેખર જેઠાલાલ ની જેમ તેમના પરિવારમાં પણ સાદગીભર્યું જ જીવન થી ભરેલું છે.