એક સામાન્ય મજુરની દીકરીના ખાતામાં અચાનક જ આવી ગયા 10 કરોડ રૂપિયા ! પણ પછી જે થયું તેણે સૌ કોઈના હોશ ઉડાવી દીધા..
આપણા દેશમાંથી રોજબરોજના અનેક એવા અનોખા અનોખા કિસ્સાઓ સામે આવતા જ રહેતા હોય છે જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિને આશ્ચર્ય થતો હોય છે, એવામાં હાલ ઠગોની સંખ્યા આખા ભારત દેશમાં એટલી બધી વધી ગઈ છે કે અત્યારે આપણે આપણી સામાન્ય માહિતી પણ કોઈને આપવામાં 100 વખત વિચારવું પડે છે કારણ કે ઠગાઈ જ એ પ્રકારે થઇ રહી છે, એવામાં મિત્રો તમારા ખાતામાં અચાનક જ કરોડો રૂપિયો આવી જાય તો તમને કેવું લાગશે?
પેહલા તો તમને આંચકો જ લાગશે કે વગર કોઈ કામ કરે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? શું આ રૂપિયા બીજા કોઈના તો નહીં હોઈને ?ભૂલથીતો નહીં ટ્રાન્સફર થયા હોય ને ?કોઈ ખરાબ કામના તો નહીં હોઈને? આવા સવાલને લઈને લોકો આ અંગેની જાણ પોલીસને કરતી હોય છે જે બાદ પોલીસ તપાસ કરીને પુરી મામલાની જડ સુધી પોહચતી હોય છે, એક આવા જ કિસ્સા વિશે આજે અમે તમને જણાવના છીએ.
મિત્રો આ કિસ્સો બલિયા જિલ્લાનો રુકુનપુરા ગામનો છે જ્યા એક મજુરની દીકરીના ખાતાની અંદર અચાનક જ 10 કરોડ રૂપિયા આવી જતા સૌ કોઈ ચોકી જ ગયું હતું,અચાનક જ આટલું મોટું ટ્રાંઝેક્શન થતા બેન્ક અધિકારીઓએ આ યુવતીના ખાતાને હોલ્ડ પર રાખી દીધું હતું,હોલ્ડ પર રાખેલ ખાતામાં તમે પૈસા જમા તો કરાવી શકો છો પરંતુ તેમાંથી એક રૂપિયો ઉપાડી શકાય નહીં.
આવો ચોંકાવનારો બનાવ સુબેદાર સાહનીની દીકરી સરોજ સાથે બન્યો હતો જેમાં સરોજના ખાતાને અમુક ઠગો તેની જાણકારી વગર જ વાપરી રહ્યા હતા અને પૈસાની લેવડ દેવડ પણ આ ખાતા દ્વારા કરી રહ્યા હતા.પોલીસની પૂછતાછમાં સરોજે જણાવ્યું કે બે વર્ષો પેહલા તેની પાસે નિલેશ કુમાર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે પીએમ આવાસ અપાવાની લાલચ આપીને આધાર કાર્ડ અને યુવતીનો ફોટો મંગાવી લીધો હતો જેને સરોજે પોસ્ટના માધ્યમથી મોકલી આપ્યો હતો.
એટલું જ યુવતીએ પોતાનું ATM તથા તેનો પિન પણ પોસ્ટના માધ્યમથી મોકલી આપ્યો હતો આવું સાંભળતાની સાથે જ બેન્ક અધિકારીઓને પણ જાણ થઇ ચુકી હતી કે આ ઠગોનું જ કામ છે જે આ યુવતીના બેન્ક ખાતાનો ઉપયોગ કરી રહ્યા છે, આ બાબતને લઈને યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી, પરંતુ ઠગબાઝો પણ એટલા હોશિયાર નીકળયા કે તેઓએ એકાઉન્ટ હોલ્ડ થયા બાદ કોઈ લેવડ દેવડ ન કરી.