Gujarat

બોલિવુડનાં પીઢ અભિનેતાનું થયુ દુઃખદ નિધન! અંતિમ શ્વાસ દરમિયાન તેમની પત્ની સાથે જ રહી.

આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં આપણે અનેક કલાકારોને ગુમાવ્યા છે ત્યારે આજે ફરી એક લોકપ્રિય અભિનેતા ગુમાવ્યા છે. હિન્દી ફિલ્મ જગતના સુપર સ્ટાર દિલીપ કુમારનું નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમણે આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમય દરમિયાન તેમના પત્ની શાયરા બાનો તેમની સાથે જ હતા અને તેમણે ફેન્સને આશ્વાસન આપ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર હતી પરતું આજે તેઓ ચાલ્યા ગયા સદાય માટે. ફિલ્મગ જગતમાં શોકયમય વાતાવરણ છવાઈ ગયું છે તેમના જીવન પર નજર કરીએ.  દીલીપ કુમાર તરીકે જાણીતા ભારતીય ફિલ્મ કલાકાર છે. જેઓ “ટ્રેજેડી કિંગ” તરીકે પણ ખ્યાતનામ છે.અને સત્યજીત રાયે તેમને “the ultimate method actor” તરીકે ઓળખાવ્યા છે તેમણે પોતાની કારકિર્દીની શરુઆત ‘જ્વાર ભાટા’ નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી

તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો વડે પથરાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત ‘અંદાજ’ અને અનેક ફિલ્મો આપી.દિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શક્યા. ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ પરિવારના વિરોધના કારણે તેમનું લગ્ન ન થઇ શક્યું. તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્યં

સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી ૨૨ વર્ષ નાની હતી. તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહી. દિલીપ કુમારનું જીવન ફિલ્મી કહાની જેમ જ વિત્યું.દિલીપ કુમાર રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા.તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.દીલીપ કુમારે ફિલ્મ જગતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના જવાથી ફિલ્મ જગતને સૌથી મોટી ખોટ પડી છે ઈશ્વર તેમનિ દિવ્ય આત્મને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!