રાજકોટના સ્વામીનરાયણ સંપ્રદાયના દિનેશ પ્રસાદે સનાતનીઓ માટે કહી એવી વાત કે જાણી તમારું માથું ગરમ થશે ! કહ્યું ” કોઈ સનાતનીએ મારી તરફ..
તમને ખબર જ હશે મિત્રો થોડાક દિવસો પેહલા જ સાળંગપુર વિવાદ સામે આવ્યો હતો જેનું સમાધાન શાંતપૂર્વક થઈ જતા તમામ વિવાદ દૂર થયો હતો, તમને આમ તો ખબર જ હશે કે હનુમાનજીની પ્રતિમાની નીચે લગાવામાં આવેલ નીચેના ભીતચિત્રોમેં હટાવી લેવામાં આવ્યા હતા જે બાદ આ વિવાદનો અંત આવ્યો હતો પરંતુ તેમ છતાં હાલ બીજા અનેક વિવાદો પણ સામે એવી રહ્યા છે, એવામાં હાલ એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક વ્યક્તિનો જ વિડીયો સામે આવ્યો છે જેમાં તે હિન્દૂ દેવી દેવતાઓ વિરુદ્ધ ન બોલવાનું બોલી રહ્યો છે.
જાણવા મળ્યું છે કે રાજકોટના કથિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એવા દિનેશ પ્રસાદ આચાર્યનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે જેમાં તેઓ હિન્દૂ ધર્મ તથા દેવી દેવતાઓ માટે અપમાનજનક વાણી અપનાવી રહ્યા છે,દિનેશ પ્રસાદ આચાર્ય પોતાના નિવેદનની અંદર જણાવે છે કે તેઓ હિન્દૂ તથા સનાતન ધર્મની વિરૂધમાં છે આથી તેઓની પાસે સનાતન ધર્મના લોકોએ આવું નહીં, આવી બધી બફાટો દિનેશ પ્રસાદ મારી રહ્યા છે.
તેઓ પોતાના નિવેદનના વીડિયોમાં જણાવે છે કે મુસ્લિમ, શીખ કે હિન્દૂ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જ મારી પાસે આવે બીજા કોઈ પણ મારી પાસે ના આવે. આવી અનેક વાતો દિનેશ પ્રાસદે પોતાના આ વીડિયોમાં કહી હતી જેને લઈને હાલ સોશિયલ મીડિયા પર તો ભારે રોષ જોવા મળી જ રહ્યો છે પરંતુ હિન્દૂ સંતો મહંતોમાં પણ આવા નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તેઓ પોતાના વીડિયોમાં કહે છે કે ક્રિસચન ઈસાઈ જે કોઈપણ ધર્મના હોય સનાતન સિવાયના, તેમને મને ફોન કરવો હું નિઃશુલ્ક પૈસા વગર તમારો કોઈપણ રોગ મટાડીશ અને હિન્દૂ ધર્મ માંથી ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો મારી પાસે આવી શકે છે. તેઓ આગળ કહે છે કે આજવા ભગવાને આજ્ઞા કરી છે કે ભગત તારે આવું બોલવાનું છે એટલે જ હું બોલી રહ્યો છું. હવે કોઈપણ સનાતનીએ મારી બાજુ ફરકવું નહિ.
દેવી દેવતાઓ વિરુદ્ધ પણ તેઓએ ઘણું બધું ઝેર ઓક્યું હતું જેને લઈને હાલ સોશિયલ મીડિયા પર દિનેશ પ્રસાદ સ્વામીનો ખુબ વધારે વિરોધ કરવામાં એવી રહ્યો છે તથા લોકો પણ હાલ રોશે ભરાયા છે તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેનમાં જરૂર જણાવજો.
આ વ્યક્તિએ સનાતન ધર્મ વિરુદ્ધ બફાટ બોલાવી!! 👇👇જુઓ વિડીયો#viralvideo #india #gujarat pic.twitter.com/jfYfZAD1I7
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 11, 2023