દયાભાભીના પાત્ર થી લોકપ્રિય થયેલ દિશા વાકાણીને એક વખત આવુ કામ કરવું પડ્યુ હતુ જાણી ને ચોકી જશો ! આવુ છે અંગત જીવન .
અભિનયની દુનિયાનો એક નિયમ છે કે રંગમંચ કે મંચ કોઈનું
મોહતાજ નથી. કોઈ કલાકાર ની ગેરહાજરી બીજો કલાકાર તેની ખોટને પોતાની કલા થકીતેની કમી પુરી કરી શકે છે. આજે આપણે વાત કરીશું ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી જે દયા ભાભી તરીકે વધુ લોકપ્રિય થયા. આજે આપણે તેમના જીવન વિશે જાણીશું કે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરનાર દિશા દયા ભાભી તરીકે કંઈ રીતે લોકપ્રિયતા મેળવી.
દીશાનો જન્મ ગુજરાતના અમદાવાદઃ શહેરમાં 17 ઓગસ્ટ, 1978માં થયો હતો અને અભિનય તેમને વારસામાં જ મળ્યો છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ની સુપર કામિયાબીએ દિશાને સેલિબ્રિટી સ્ટેટસ આપ્યું છે, અપાર લોકપ્રિયતા આપી છે, એને ઘરેઘરમાં જાણીતી કરી દીધી છે, પણ આ હકીકતની ગરમી દિશાની સૌમ્ય પર્સનાલિટીને સ્પર્શી શકી નથી.
દિશા વાકાણીના લોહીમાં વહે છે. તેના પિતા ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય છે અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માઘ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાનાં દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાનીનાની ભૂમિકાઓ ભજવી હતી.
નાનકડી દિશા નાટકોની સાથે ગુજરાતી સિરિયલોમાં પણ કામ કર્યું. ઈસરો પર તે વખતે ‘ખજાનો’ નામની સિરિયલ આવતી. અફઝલ સુબેદાર તેના ડિરેકટર. ભરત દવેનાં નિર્દેશનમાં બનેલી ‘માબાપ થવું આકરું’માં દિશાએ મજાની ભૂમિકા ભજવી હતી. દિશા કરતાં ત્રણ વર્ષ મોટો ભાઈ મયૂર છે.બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી દિશાએ આઈએનટીનું ‘આઘાત’ નામનું નાટક કર્યું, જેનો શો અમદાવાદની એચ.કે. કોલેજ અને ઠાકોરભાઈ હોલ ઉપરાંત અન્ય સ્થળોએ પણ થયા હતા. તેમાં દિશાને શ્રેષ્ઠ અભિનય બદલ અવોર્ડ મળ્યો.
દિશા ડ્રામા કોલેજમાં ભણવાની સાથે કૌમુદિની લાખિયા પાસેથી કથક પણ શીખી. શાસ્ત્રીય નૃત્યની આ તાલીમ દોઢ વર્ષ ચાલી.અમદાવાદ છોડીને મુંબઈ આવી.’ દિશા ‘બાલદૂત’ નામની સિરિયલ ડિરેકટ કરી રહ્યાં હતાં. તેમાં મને રોલ આપેલો. તેમના કહેવાથી બાલાજી ટેલિફિલ્મ્સની ‘ઈતિહાસ’ નામની સિરિયલમાં પણ કામ મળ્યું હતું.ગોરેગાંવ વિસ્તારમાં ફલેટ ભાડે લઈને બાપ-દીકરીનું મુંબઈજીવન શરૂ કર્યું. સ્ટ્રગલની શરૂઆત અલબત્ત, નાટકોથી જ થઈ, પણ એમ ગુજરાતી રંગભૂમિ પર ‘હીરોઈન’ તરીકે આસાનીથી એન્ટ્રી થોડી મળે?‘ધીમે ધીમે મને નાટકો મળવાં લાગ્યાં. જે.
‘લગાન’માં કાજીસાહેબની નાનકડી પણ મજાની ભૂમિકા ભજવી હતી. ‘મ- કેતન મહેતાના ડિરેકશનમાં બનેલી ‘મંગલ પાંડે’ ફિલ્મમાં. તેમાં દિશા એક દશ્યમાં રાની મુખર્જી સાથે રૂપજીવિનીના સ્વાંગમાં દેખાઈ. એણે આશુતોષ ગોવારીકરની ‘સ્વદેસ’ માટે ય ઓડિશન આપેલું. આખરે ‘જોધા-અકબર’માં આશુતોષ ગોવારીકરે એને ઐશ્વર્યા રાયની સખી માધવીનો રોલ આપ્યો. આ સિવાય તેને બી ગ્રેડનો ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું અનવ આખરે તારક મહેતા સિરિયલ થી 2008માં થી તે ઘર ઘરમાં દયા ભાભી થી લોકપ્રિયતા મેળવી. 2015માં તેને CA મયુર સાથે લગ્ન કર્યા અને 2017માં એક દીકરીનો જન્મ આપ્યા પછી તેને અભિનય ની દુનિયામાંથી વિદાઈ લઈ લીધી.