બજારમાં ‘દિવાળી’ આવી, વેપારીઓએ ધાર્યું ન્હોતું એવું થયુ
દિવાળીનું પર્વ આપણા ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર છે! આ દિવસોમાં આપણે સૌ કોઉ જાણીએ છે કે આંનદ અને ઉલ્લાલસ અને હર્ષભેર સાથે દિવાળી ની ઉજવણી કરીએ છીએ, ત્યારે હાલમાં કોરોના બાદ ફરી દિવાળી નો તહેવાર આવી ગયો છે, ત્યારે આ વખતે સૌ કોઈ દિવાળી ની ખરીદીઓ કરવાનું ભૂલતા નથી પરન્તુ વેપારીઓ ને ગયા વર્ષ દિવાળી ની ખોટ થયેલ અને લગ્ન પ્રસંગો ન હોવાથી ભારે નુકસાન થયેલ ત્યારે ખરેખર હાલમાં જ જુનાગઢમાં એક ઘટનાં બની કે વેપારીઓ ક્યારેય ધાર્યું ન હતું.
હાલમાં દિવાળી ની સૌ તાળામારી તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી તેમજ ખાસ કરીને તવેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક થતાં અને કોરોના મહામારીને લઈને લોકોમાં ડર ઓછો થતાં બજારોમાં ફરી ખરીદી માનવ મહેરામણ આવ્યું છે.ચાલુ વર્ષે વેપારીઓએ ધાર્યું ન્હોતું, એવી ઘરાકી જોવા મળી.
હાલમાં સમયમાં લોકલ ફોર વોકલ નો ક્રેઝ વધુ છે, આ જ કારણે હાલમાં જૂનાગઢ શહેરના માંગનાથ રોડ અને હવેલી ગલી ખરીદી નું હબ બની ગયું છે, જ્યાં શ્રીમંતો થી લઈને સામાન્ય વ્યક્તિઓ પણ અહીંયા આવ્યા છે.આ વર્ષે લોકોમાં કોરોના મહામારીને લઈને જે ભય હતો, એ હવે શાંત પડ્યો હોય એવું લાગે છે! કેમકે; સવારે દુકાનો ખુલે ત્યારથી રાત્રે દુકાનો બંધ થાય ત્યાં સુધી બજારમાં ખરીદી કરવા માટે આવતાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે,
ઓનલાઈન શોપિંગના વધતાં ક્રેઝ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો બજારમાંથી ખરીદી કરે છે, તે જોઈને સ્થાનિક વેપારીઓ ખુશખુશાલ થયાં છે., એ આ વર્ષે ફરી જાગૃત થયું હોય તેવું સ્થાનિક વેપારીઓ કહી રહ્યાં છે. કોરોના મહામારીના ભયને ભૂલીને, ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યાં છે. જેને જોઈને વેપારીઓમાં પણ અનોખી ખુશીની લહેર દોડી ગઈ છે. છેલ્લાં 15-20 વર્ષ પહેલાં દિવાળી ઉપર વેપારીઓમાં જે માહોલ જોવા મળતા વેપારીઓ ઇતિહાસનું પુનરાવર્તન થતું જોઈ રહ્યાં છે અને સૌ કોઈ સુખી છે.