ચોમાસા મા રાજકોટ નજીક ના ફરવા લાયક સ્થળો ની મુલાકાત લેવાનુ ચકશો નહી ! જોઈ લો આ લીસ્ટ….
ચોમાસામાં રાજકોટ નજીક ના ફરવા લાયક સ્થળો ની મુલાકાત લેવાનુ ચકશો નહી ! આજે આ તમામ સ્થળો વિશે ટૂંકમાં માહિતી મેળવીને તૈયાર થઈ જાઓ આ સાતમ- આઠમના તહેવારમાં રાજકોટમાં આવેલ સ્થળોનો આનંદ માણવા. ખરેખર આ તમામ સ્થળો પ્રકૃતિની સૌંદર્યતાથી ભરપૂર અને પીકીનીક માટે બેસ્ટ ડેસ્ટિનેશન પ્લેસ છે. ચાલો ત્યારે અમે આપને રાજકોટ પાસે આવેલ આ તમામ સ્થળો વિશે જણાવીએ.
હિંગોળ ગઢ : કુદરતી સૌંદયથી ભરપૂર હિંગોળ ગઢ રાજકોટ થી 78 કિમી દુર હિંગોળગઢ છે. હિંગોળગઢ પર ઐતિહાસિક કિલ્લો આવેલ છે. આ સ્થળ પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખાય છે. અહી 230 જાતના વિવિધ પક્ષી નો વસવાટ છે. અને ખાસ તો અહી 19 પ્રજાતિના સાપ જોવા મળે છે. ખાસ આ સ્થળ ચોમાસામાં પ્રકૃતિની અદ્ભૂત સૌંદયના દર્શન કરાવે છે.
ઘેલાસોમનાથ : રાજકોટથી માત્ર 78 કિમી દૂર આવેલું સૌરાષ્ટ્રનું બીજું સોમનાથ એટ્લે ઘેલા સોમનાથ.આ સ્થળ સ્વર્ગ સમાન છે અને આ મંદિર વિશે એવું કહેવામા આવે છે કે આ શિવલીંગને બચાવવા હજારો બ્રાહ્મણોએ પોતાના જીવ આપ્યા હતા. અહીં પહોંચવા માટે જસદણથી પ્રાઈવેટ વાહન કરવું પડે છે.
હનુમાન ધારા : રાજકોટ શહેરથી 6 કિમી ના અંતરે આવેલું આ સ્થળે ન્યારી ડેમના કાંઠે હનુમાનજીનું મંદિર છે. આ સ્થાને પર્યટક વન ભોજનનો આનંદ માણે છે. આ જગ્યાની બાજુમાં ચોકીધાણી પાછળ સાઈબાબાનું મંદિર પણ જોવા જેવું છે. તેમજ કુદરતની અદભુત હરિયાળી જે નિહાળે છે.
જડેશ્વર મહાદેવ : રાજકોટ ના વકાનેર તાલુકામાં થી ૧૦ કી.મી.ના અંતરે આવેલા લીલાછમ ડુંગરાઓ માં શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઈતીહાસ જામનગરના રાજા જામ સાહેબ સાથે જોડાયેલો છે. આ ડુંગરા ઉપર સ્વયંભૂ રીતે મહાદેવ પ્રાગટ્ય હતા જેથી તેનું નામ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ રખાયું છે.
ઈશ્વરિયાપાર્ક : રાજકોટ ની નજીક આવેલા માધાપર ગામમાં ઈશ્વરીય પાર્ક આવેલ છે આ સ્થાન આધ્યાત્મિક અને મનોરંજન તેમજ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આ પાર્કમાં નદીમાં બોટિંગનો આનંદ માણી શકો છો તેમજ બાળકોના આકર્ષણ માટે અહી ડાયનાસોર મુકવામાં આવ્યાં છે. સાંજના સમયે અહી ફોટોગ્રાફીની કરવાની મજા આવે છે. અહી ગોલ્ફ રમવાનું મોટું મેદાન છે. તેમજ મહાડેદ નું પૌરાણિક મંદિર છે.
ઓસમ ડુંગર : સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું ઓસમ ડુંગર અદભુત છે.રાજકોટ ના ધોરાજી તાલુકાના પાટણવાવ માં આવેલ છે. આ ડુંગર ઉપર બ્રિટીશ રાજ વખતનો કિલ્લો પણ છે. એક દંત કથા મુજબ પાંડવોએ વનવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો. આ ડુંગર ઉપર આવેલા મંદિરમાં હિડીમ્બાનો હીંચકો, ભીમની થાળી પણ આવેલ છે.